Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાથી નર્મદાના નીર આવતા આગેવાનો દ્વારા વધામણાં

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડના પ્રયત્નથી ખેડૂતોને થશે લાભ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૦: ઉનાળામાં ખેડૂતો માટે સિંચાઈનુ પાણી મેળવુ એ સોનામાં સુગંધ બરાબર ગણવામાં આવે છે. સંપૂર્ણ હરિયાળી ક્રાંતિ ના સર્જન થી આ બાબત શકય બની શકે આ માટે રાજકીય નેતાઓ ની કામગીરી અને પોતાના વિસ્તારના લોકોની ચિંતા કરતા લોકનેતા જ યોગ્ય રજુવાત શકય બનાવી શકે. વડિયા ના સુરવો ડેમ સાથે આ વિસ્તારના અનેક ગામો સંકળાયેલ છે. સુરવો ડેમ નીચે સુરવો નદીમાં રામપુર થી સૌની યોજના ના બે વાલ્વ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડના પ્રયત્ન થી ખોલવામાં આવતા નર્મદાના નીર વડિયા ના સુરવો ડેમમાં પહોંચતા આ વિસ્તાર ના આગેવાનો જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા, વડિયા ઉપ સરપંચ છગન ઢોલરીયા, ઢુંઢીયાપીપળીયા સરપંચ લાલભાઈ, અને આસપાસ ના ગામડાના ખેડૂતો અને આગેવાનો દ્વવારા વડિયા સુરવો ડેમ પર જઈ ને નર્મદા નીર ના શ્રીફળ, ફૂલ પધરાવી ને સાકર થી મીઠા મોં કરાવી વધામણાં કર્યા અને જણાવ્યું હતુ કે નર્મદા ના નીર લોકનેતા બાવકુ ઉંધાડ ના પ્રયત્ન થી વડિયા ના સુરવો ડેમમાં પહોંચ્યા છે. આ વિસ્તાર માં પાણી તળ ઉપર આવતા હવે ઉનાળા માં પણ પીવાના પાણી પાણી અને સિંચાઈ ના પાણી નો પ્રશ્ન પૂર્ણ થશે અને સૂકો ગણાતો આ વિસ્તાર હવે હરિયાળો બનશે અને સંપૂર્ણ હરિયાળી ક્રાંતિ નુ નિર્માણ થશે.

(10:34 am IST)