Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડોદરામાં વોર્ડ ન,8માં પીવાના ગંદા પાણીથી ઝાડા ઊલટીનો રોગચાળો :લોકોમાં રોષ :કચેરીમાં તોડફોડ

દૂષિત પાણી પીવાના કારણે ઝાડા ઉલટીના કેસો વધતા અને અક સપ્તાહમાં 3નાં મોત થયાનો રહીશોનો આક્રોશ

વડોદરા માં ચોમાસા પુર્વે જ દૂષિત પાણી ની ફરીયાદો ઉઠવા પામી છે અને લોકો ગંદા પાણી થી બીમારી ફેલાતા ઉશ્કેરાયેલા લોકો ના ટોળા વોર્ડ નંબર 8ની કચેરીમાં ધસી આવ્યા હતા અને બારીઓના કાચ તોડી નાખતા ભારે ભાગદોડ મચી હતી.
આ કચેરીની સામે જ આવેલા મહોલ્લામાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો અને ટોળા ધસી આવ્યા હતા.
વડોદરા ના નાગરવાડા ના વોર્ડ નંબર 8ની કચેરી સામે આવેલા માળી મહોલ્લા માં દૂષિત પાણી પીવાના કારણે ઝાડા ઉલટીના કેસો વધતા અને અક સપ્તાહમાં 3નાં મોત થતા લોકો રોષે ભરાયા હતા. આજે સવારે વોર્ડ કચેરીમાં ધસી જઇ કચેરી માં ઉગ્ર રજુઆત કરી તોડફોડ કરી હતી.
બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ ઉપરપહોંચી જઇ મામલે કાબુ માં લીધો હતો. રહીશો ના જણાવ્યા મુજબ નાગરવાડા વિસ્તાર ના માળી મહોલ્લામાં છેલ્લા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેક વખત દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો ન હતો. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા દૂષિત પાણીના કારણે બાળકો સહિત 20 ઉપરાંત લોકો ઝાડા, ઉલટી, તાવ સહિત બિમારીમાં પટકાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો રોષ સાથે કચેરી ઉપર જઇ તોડફોડ કરી હતી.

(12:54 pm IST)