Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગુજરાતમાં ચોમાસુ બે-ત્રણ દિવસમાં સેટ થઇ જશે

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું: પ્રિમોન્સુન એકટીવીટીનો દૌર ચાલુ રહેશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ તા.૧૦, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મુંબઇમાં શાનદાર એન્ટ્રી કર્યા બાદ ગઇકાલે વલસાડમાં પહોંચ્યું હતું. જે દક્ષિણ ગુજરાતમાં વધુ ભાગોમાં આજે આગળ વધ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ ગુજરાતમાં સેટ થઇ જાય તેવી શકયતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધે તેવા સાનુકુળ સંજોગો છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં પ્રગતિ કરી છે.દરમિયાન સૌરાષ્ટ્ર-ગુજરાતના અમુક વિસ્તારમાં બપોર બાદ વરસાદ વરસી જાય છે. જે પ્રિમોન્સુન એકટીવીટી ચાલુ રહેશે. વાદળાઓ છવાશે. સાંજે અથવા તો રાત્રીના સમયે ગાજવીજ સાથે બે થી અઢી ઇંચ વરસાદ પડશે તેમ હવામાન ખાતાએ જણાવાયું છે.

(4:09 pm IST)