Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડોદરાના અકોટામાં દહેજ મામલે શારીરિક-માનસિક ત્રાસ આપનાર સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા:શહેરના અકોટા ગામમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2015 દરમિયાન યુવતીના લગ્ન મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ મુસ્તકીમ ખાન પઠાણ રહે એકતાનગર આજવા રોડ વડોદરા સાથે થયા હતા લગ્ન બાદ સાસરિયાઓ ઓરમાયું વર્તન દાખવવામાં હતા સાસુ જણાવતી હતી કે "તારા બાપે દહેજમાં કશું આપ્યું નથી બાઈક ખરીદવાની છે પિયરમાંથી 50 હજાર રૂપિયા લઇ આવ".

સાસરિયાઓ અવાર નવાર ઉચિત કારણ વિના ઝઘડો કરી ઢોર માર મારતા હતા અંગે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં યુવતીએ અરજી પણ આપી છે પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોય જે અંગે પત્નીએ પૂછતા પતિ તલાકની ધમકી આપી ઢોર માર મારતો હતો. નણંદ પતિ અને સાસુને ચડામણી કરતી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રથા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:13 pm IST)