Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સુરતના કતારગામમાં રહસ્યમય સંજોગોમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના કતારગામમાં નદી કિનારા પાસે ગઈકાલે સવારે રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

કતારગામના વોટર પાર્ક પાસે તાપી નદીના પાળા નજીક એસએમસીના ખુલ્લી જગ્યામાં બુધવારે સવારે 25 વર્ષની એક અજાણી સ્ત્રી રહસ્યમય સંજોગોમાં મોતને ભેટી હતી જોકે ત્યાંથી તેને લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તેના મોઢામાંથી ફિણ નીકળ્યું હતું અંગે કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરીને મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે મહિલાનો પોસ્ટમોર્ટમ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના શરીરમાં ઝેરી દવા જેવા અંશો મળી આવ્યા હતા. મહિલાએ જમણા હાથમાં કાળો દોરો બાંધેલો, તેના બંને હાથમાં પ્લાસ્ટિકની એક એક બંગડી પહેલી અને ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલો છે અંગે સીગણપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)