Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 6 શકુનિઓને જુગાર રમતા ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરી અને જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડાની કાર્યવાહી કરી રહી છે. અડાલજ પોલીસ મથકના પીઆઈ જે.એચ.સીંઘવને બાતમી મળી હતી કે ઉવારસદ ગામમાં રણજીપુરા ખાતે રહેતો ભરતજી ઉર્ફે કાળાજી લાલાજી ઠાકોર તેના ઘરે કેટલાક માણસો ભેગા કરી તીનપત્તીનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ઉવારસદ રણજીપુરામાં રહેતા અશોકજી ઉર્ફે ટીનાજી પધાજી ઠાકોરમહેશજી લાલાજી ઠાકોરકલ્પેશ ઉર્ફે જાડો લક્ષ્મણજી ઠાકોર અને પુન્દ્રાસણ ગામના અરવિંદ ઉર્ફ પરેશ ગાભાજી ઠાકોરમેલાજી શકરાજી ઠાકોર અને જગદીશજી બળદેવજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જયારે ચાર જુગારીઓ પોલીસને જોઈ ભાગી જવામાં સફળ રહયા હતા. જેમાં રણજીપુરાના ભરતજી લાલાજી ઠાકોરભુપતજી જવાનજી ઠાકોરબકાજી કેશાજી ઠાકોર અને પ્રવીણ લક્ષ્મણજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી ૩૩ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી લીધી હતી. તો બીજી બાજુ સાંતેજ પોલીસે પણ બાતમીના આધારે સાંતેજ ગામના વાલ્મીકીવાસમાં દરોડો પાડીને જુગાર રમતાં અશોકભાઈ દીનુભાઈ વાઘેલાજયેશભાઈ ભીખાભાઈ લાડવાભરતભાઈ ડાહયાભાઈ દંતાણી તમામ રહે.સાંતેજ અને રકનપુર કલોલના વસંતભાઈ લાલાભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧ર૭૬૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા ઉપરાંત કોરોના કાળમાં ભેગા થઈ જુગાર રમવા બદલ જાહેરનામાં ભંગનો પણ ગુનો દાખલ કર્યો હતો.

(5:23 pm IST)