Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

તિલકવાડામાં ફરતી અસહાય અને લાચાર મહિલાની મદદે અભયમ મહિલા હેલ્પલાઈન ટિમ પહોંચી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલના સંજોગોમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે લોકોને જીવન જીવવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એવા સમયમાં અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટિમ અવારનવાર લોકોને મદદ માટે પહોંચી લોકોનું સમાધાન કરાવવા તેમજ અન્ય કેટલીક રીતે મદદ કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે,આવો જ એક કિસ્સો તિલકવાડા માં બનવા પામ્યો છે  અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ મજબૂર અને લાચાર મહિલાની મદદ માટે તાત્કાલિક આવી પહોંચી હતી.

 મળતી માહિતી અનુસાર તિલકવાડામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક લાચાર મજબૂર ગર્ભવતી મહિલા ફરતી જોવા મળી હતી આ મહિલાને કેટલાક લોકો અવાર નવાર જમવાનું આપતા અને આ મહિલા તાલુકા પંચાયત નજીક બેસી રહેતી હોવાનું જાણવા મળેલ છે  જેની માહિતી કોઈ ઈસમે 181 હેલ્પલાઈન ટીમમાં ફોન કરીને  આપતા અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઉપર ફરજ પરના અધિકારી તાત્કાલિક તિલકવાડા નગરમાં પહોંચીને મહિલાની શોધખોળ કરી મહિલા સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે મહિલાને કોઈ ટેમ્પો માં બેસાડી આ ગામમાં મૂકી ગયો હતો અને આ મહિલા હિન્દી ભાષા બોલે છે તે સિવાય વધુ માહિતી મેળવવાની કોશિશ કરી પરંતુ મહિલા માનસિક  બીમાર જણાતી હોવાથી સરખો જવાબ નહિ આપતી હોવાથી કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હોય ત્યારબાદ મહિલા ટીમ આ મહિલાને સહાયતા મળી રહે તે માટે પ્રયત્ન કરી રાજપીપળા સખી વન  ટોપ સેન્ટર માં લઈ જવામાં આવી હતી અને ત્યાં આ મહિલાને સગા સંબંધી નહીં મળે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપાવી માનવતા દાખવી ઉમદા કામગીરી અભયમ મહિલા ટીમે કરી છે.

(12:49 am IST)