Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સુરતમાં વધતા કોરોનાના કેસોને લઈને મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ :દર્દીઓના ઘર બહાર હોમ ક્વોરેટાઇનના બોર્ડ લગાવાનું શરૂ

રાંદેરની શ્રીજી નગર સોસાયટીમાં અને લીંબાયત વિસ્તારમાં પણ હોમ ક્વોરેન્ટાઇનના બોર્ડ લાગ્યા

સુરત :   રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવાદની સાથે અન્ય શહેરોમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. સુરતમાં વધતા કોરોનાના કેસોને લઈને મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ સ્થિતિમાં છે.

 શહેરમાં કોરોના દર્દીઓના ઘરની બહાર હોમ ક્વોરેટાઇનના બોર્ડ લગાવવાનું શરૂ કર્યું છે. રાંદેરની શ્રીજી નગર સોસાયટીમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ થતા હોમ ક્વોરેન્ટાઇનના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત પરિવારનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય શહેરના લીંબાયત વિસ્તારમાં પણ હોમ ક્વોરેન્ટાઇનના બોર્ડ લાગ્યા છે. રવિવારે સુરતમાં કોરોનાના 8 કેસ નોંધાયા હતા, જે બાદ એક્ટિવ દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી છે

(1:10 am IST)