Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગાંધીનગરમાં કારનો ઓવરટેક કરનાર બે યુવાનો પર ચાર શખ્સોનો હુમલો

ગાંધીનગર : ગાંધીનગર શહેરના -૦થી રિલાયન્સ ચાર રસ્તા જવાના માર્ગ ઉપર ટીસીએસ ગરીમા પાર્ક પાસે મોપેડ ઉપર જઈ રહેલા બે યુવાનોને કારમાં આવેલા ચાર શખ્સોએ તમે અમારી કારનો ઓવરટેક કેમ કર્યો કહી માર માર્યો હતો. ઘાયલ યુવાનોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. આઅંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર ૫ એ ખાતે પ્લોટ નંબર ૩૧૫માં રહેતા અને જમીન કન્સલ્ટિંગનું કામ કરતા મહેન્દ્રસિંહ કૈલાશચંદ્ર રાવે ફરિયાદ નોંધાવી હતી કેગત શનિવારે રાત્રિના સમયે તે અને તેમના મિત્ર ધ્વ કલ્પેશભાઈ ઠાકર તેમનું મોપેડ લઈને ચા નાસ્તો કરવા માટે રિલાયન્સ ચાર રસ્તા તરફ જવા માટે નીકળ્યા હત આ દરમિયાન ગરિમા પાર્ક પાસે આગળ જઈ રહેલી કારનો તેમને ઓવરટેક કર્યો હતો. જેના પગલે આકાર તેમની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેમાંથી ચારેક જેટલા શખ્સો નીચે ઉતર્યા હતા અને કહ્યું હતું કે તમે અમારી કારનો ઓવરટેક કેમ કર્યો જેથી તેમણે ઓવરટેક નહીં કર્યો હોવાનું કહ્યું હતું. આ ચાર શખ્સોએ નીચે ઉતરીને મહેન્દ્રસિંહ અને ધ્વ ઉપર હુમલો કરી માર મારવાનું શરૃ કર્યું હતું. ધોકા વડે બંનેને માર માર્યો હતો. આ મારામારીમાં ઇન્દ્રસિંહ વાઘેલા અને બીપીનસિંહ વાઘેલાના નામ બોલાયા હોવાનું ધ્યાને આવ્યું હતું. માર મારી કરીને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા અને બીજીવાર ગાંધીનગરમાં દેખાતા નહી તેવી ધમકી પણ આપી હતી. ઘાયલ બંને યુવાનોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. હાલ તો આ ફરિયાદને આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે 

(6:43 pm IST)