Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મહેમદાવાદ તાલુકાના રાસ્કામાં બનેવીએ સગા સાળાની હત્યા કરતા ગુનો દાખલ.

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના રાસ્કામાં એક બહેને પોતાના ભાઈના કપડા ધોતા સાળા બનેવી વચ્ચે ઝઘડો થયો હતો. વખતે ઉશ્કેરાયેલા બનેવીએ સાળાને છાતીના ભાગે ફેંટો મારી તથા ગળું દબાવી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે  ફરિયાદના આધારે બનેવી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેમદાવાદ તાલુકાના રાસ્કા ઇન્દોરી નગરીમાં પ્રકાશ ઓધાભાઈ દંતાણી પોતાના પરિવાર સાથે રહે છે. અને લાકડાનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પિતાને ત્રણ ભાઈઓ હતા અને બે બહેનો છે. જેમાં સૌથી મોટા ગાભાભાઈ જેઓ બે વર્ષ ઉપર ગુજરી ગયેલ છે. તેમનાથી નાના પ્રકાશના પિતા છે. અને નાના ભઈજીભાઈ કરીને છે. તેમનાથી મોટી બેન સુનીતાબેન છે. તેણીને રાઘવન પુર તાલુકાના ચોતરકા ગામે પરણાવેલ હતી. તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે

અને તેણીનો ઘરવાળો ગુજરી જતા પાંચ વર્ષ ઉપર ધંધુકા તાલુકાના દેવગાણા ગામના મહેશ કાળાભાઈ દંતાણી સાથે ફુલહાર કરી પરણાવી હતી અને ત્યાંથી મોટા બાપુ ની દીકરી સુનીતા તેના પતિ તથા બાળકો સાથે રાસ્કા તેના ભાઈ વિજયની સાથે રહેતી હતી

(6:46 pm IST)