Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મહેમદાવાદ તાલુકાના વણસોલ ગામે યુવકને ચોર સમજીને ઢોરમાર મારતા કમકમાટીભર્યું મોત

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના સૂંઢા વણસોલ ગામમાં રાત્રે ના સમયે આવેલ એક અજાણ્યા છત્તીસગઢના ઈસમને ગ્રામજનોએ ચોર હોવાનો વહેમ રાખી માર મારતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ મહેમદાવાદ પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો

જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેમદાવાદ તાલુકાના સૂંઢા વણસોલ ગામે ગત રાત્રિના બુલેટ ટ્રેન કંપનીમાં કામ કરતાં છત્તીસગઢના રાકેશવર શ્યામ સુંદર ગામમાં આવતા ગ્રામજનોએ કોઈ અજાણ્યા ઇસમને જોતા ચોર હોવાની આશંકા રાખી મૂઢ માર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન બનાવની જાણ મહેમદાવાદ પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ઈજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કર્યો હતોમહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)