Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કપડવંજના નવા રતનપુરા ગામમાં હત્યાના કેસના 3 આરોપીને આજીવન કેદની સુનવણી કરવામાં આવી.

નડિયાદ, કપડવંજ : કપડવંજ તાલુકાના નવા રતનપુરા તાબે દંતાલીમાં ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા ત્રણ ઈસમોએ ઝઘડો કરી હુમલો કરતા એક આધેડનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ નીપજયું હતું. બનાવ સંદર્ભે મૃતકની પત્નીની ફરિયાદના આધારે કપડવંજ પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અંગે કપડવંજ રૂરલ પોલીસે કપડવંજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગેનો કેસ સેશન્સ ન્યાયાધીશ વી.પી અગ્રવાલ ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મિનેશ આર.પટેલની દલીલોને ઘ્યાને લઈ ન્યાયાધીશે ત્રણેય ઈસમોને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને દરેકને રૂ. ૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. અંગે મૃતકની પત્નીને એક લાખ ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કપડવંજ તાલુકાના નવા રતનપુરા તાબે દંતાલીમાં રહેતા ભરત ઉર્ફે લંગડો સબુરભાઈ હમીરભાઈ રાઠોડ, સવિતાબેન સબુરભાઈ રાઠોડ, તથા સબુરભાઈ હમીરભાઈ રાઠોડ નાઓએ તખતસિંહ સબુરભાઈ ને ઉછીના આપેલ રૂપિયા બાબતે તા.૩જી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ બપોરના વાગે ગયા હતા

(6:50 pm IST)