Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સુરતમાં 83 હજારના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત: ગુજરાત મહીલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી મેળવેલા 1 લાખના લોન ધિરાણના બાકી  હપ્તાના પેમેન્ટ પેટે આપેલા 83,841ના ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલા સભાસદને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશકુમાર વી.જોટાણીયાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. પુણાગામ ઈશ્વરપાર્ક સોસાયટીમાંથી રહેતા  તથા હેન્ડવર્કનું કામકાજ કરતા સપનાબેન સાગર નારીયાએ તા.18-6-18ના રોજ ગુજરાત મહીલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી રૃ.1 લાખની લોન ધિરાણ મેળવ્યું હતુ.જે માસિક 2778ના હપ્તાથી વ્યાજ સહિત નિયત મુદતમાં ચુકવવાનું હતુ.પરંતુ લોનના હપ્તા નિયમિત ન ભરાતા વ્યાજ સહિત કુલ બાકી લોનના હપ્તાની ઉઘરાણી થતાં મહીલા સભાસદે 83,841નો ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા ક્રેડીટ સોસાયટીના ફરિયાદી મેનેજર વિજય બી.સાવલીયાએ ચેક રીટર્નનો કેસ કર્યો હતો.જેના વિરોધમાં આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીનું કાયદેસરનું લેણુ ન હોવા તથા સિક્યોરીટી પેટે ચેક આપેલો હોઈ ધિરાણ ક્યારે મેળવ્યું તેવા પુરાવાને અભાવે નિર્દોષ છોડવા માંગ કરી હતી. અલબત્ત કોર્ટે રેકર્ડ પરના પુરાવા ને ધ્યાને લઇ આરોપીને એક વર્ષની કેદ 60 દિવસમાં ચેકની લેણી રકમ ન ચૂકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ધિરાણ મેળવવા ક્યારે અરજી કરી તે જણાવવા માત્રથી કાયદેસરનું દેવું નથી તેવી બચાવપક્ષની દલીલ માન્ય રાખી શકાય તેમ નથી.

(6:51 pm IST)