Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સુરતના અડાજણ વિસ્તારમાં ઘર નજીક ક્રિકેટ રમતો યુવાન પાણી પીવાના બહાને ઘરમાં જઈ ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી મચી જવા પામી.

સુરત: અડાજણ વિસ્તારમાં રહેતો યુવક ગઈ કાલે બપોરે ઘર પાસે ક્રિકેટે રમતો હતો.રમતા રમતા તે પાણી પીવા માટે પોતાના ઘરે ગયો અને ત્યારે અકળ કારણોસર  રસોડામા ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલ મહાદેવનગર કોલોનીમાં રહેતા અજયકુમાર કિરણ રાઠોડ (ઉ.વ.૨૩ ) નાઓએ ગઈ કાલે સાંજે પોતાના ઘરના રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો.વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે અજય વાડીમાં કેટરિંગનું કામ કરતો હતો.તેને અન્ય એક નાનો ભાઈ છે અને બે બહેન છે. ગઈ કાલે બપોરે તે ઘર પાસે ક્રિકેટ રમતો હતો.રમતા રમતા ૪ થી ૪.૩૦ વાગ્યાના વચ્ચે ઘરે પાણી પીવા માટે ગયો અને ત્યારે જ ફાસો ખાઈ  લીધો હતો.નાનો ભાઈ ઘરે આવ્યો ત્યારે તેનો મૃતદેહ લટકતી હાલતમાં જોતા સમગ્ર ઘટના સામે આવી  હતી.તેને આ પગલું કેમ ભર્યું છે તેનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી. અડાજણ પોલીસે આગળની તપાસ શરૃ કરી છે.

(6:52 pm IST)