Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વડોદરામાં લગ્નના વાયદા બાદ યુવકની અન્ય યુવતી સાથે સગાઇ કરાવી પૈસા પડાવનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ.

વડોદરા: ઓનલાઇન મિત્રતા થયા બાદ લગ્નની ખાતરી આપી કાર સાથે 6.50 લાખની રકમ પડાવ્યા બાદ અન્ય યુવતી સાથે સગાઈ કરી રકમ પરત ન આપનાર પિતા- પુત્ર વિરુદ્ધ યુવતીએ વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મૂળ પશ્ચિમ બંગાળની અને હાલ શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી અમદાવાદની ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2018 દરમિયાન પલક પિનાકીન પંચાલ (રહે- રંગમહાલ પોળ, વાડી) સાથે ઓનલાઇન ટન ટન ડેટિંગ એપ્લિકેશન મારફતે પરિચય થયો હતો. ત્યારબાદ અમે અવારનવાર રૂબરૂ પણ મળતા હતા. અને તેના માતા પિતા સાથે મુલાકાત કરાવી મને લગ્ન કરવાની પણ ખાતરી આપી હતી. પલકને કન્સ્ટ્રક્શનનું કામ કરવા માટે તેમજ તેના પિતા પિનાકીન પૂનમચંદ પંચાલને અંગત ખર્ચ માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા હુંએ ટુકડે ટુકડે 05 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ કાર ખરીદવા માટે પલકને રોકડા 2.60 લાખ આપ્યા હતા. જેમાંથી 1.80 લાખની કાર ખરીદી હતી અને બાકીના 80,000 તેની પાસે રાખ્યા હતા. ઉછીના આપેલ રકમ હુએ પાછી માંગતા 1.10 લાખ પરત આપ્યા હતા. ત્યારબાદ તેની સગાઈ થઈ હોવાની મને માહિતી મળતા હું તેના ઘરે પહોંચી હતી. મારી સાથે વિશ્વાસઘાત કેમ કર્યો તે બાબતે પૂછતા મને અપશબ્દો બોલી માર માર્યો હતો. અને કાર તથા નાણા પણ આજ દિન સુધી પરત કર્યા નથી. આમ પિતા પુત્રએ 6.50 લાખની રકમ પરત ન આપી છેતરપિંડી આચરી છે.

(6:54 pm IST)