Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

23 માર્ચે સુરત કોર્ટ પૂર્ણેશ મોદી કેસમાં ચુકાદો સંભળાવે તેવી શક્યતા

ભાજપાના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો: 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા મોદી ચોર છે

સુરત :ભાજપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. લાંબા સમય સુધી આ કેસ ચાલ્યા બાદ હવે 23 માર્ચે સુરત કોર્ટ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. તે દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે. ભાજપાના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા મોદી ચોર છે

 રાહુલ ગાંધીના આવા નિવેદનથી સમગ્ર મોદી સમાજની ગરિમાને ઠેસ પહોંચી હતી. સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એચ વર્માની કોર્ટમાં લાંબા સમયથી આ કેસની સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગયા શુક્રવારે આ મામલમાં થયેલી છેલ્લી સુનાવણી પછી કોર્ટે સંભવિત ચુકાદા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, બધાની અટક મોદી છે, શા માટે દરેક ચોરની અટક મોદી છે. આ નિવેદન બાદ ભાજપાના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે તેમણે મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર વિવાદ સર્જાયો હતો.

(8:27 pm IST)