Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત;ગુજરાત સરકાર આઠ હજાર પોલીસ કર્મીઓ ભરતી કરશે: યુવાનોમાં ઉસ્તાહ 325 બિનહથિયારધારી પી.એસ.આઈ અને 6324 જેટલા બિનહથિયારધારી કોન્સ્ટેબલની કરાશે ભરતી

ગાંધીનગર : ગુજરાત સરકારના ગૃહરાજ્ય વિભાગે નવી મેગા ભરતીની જાહેરાત કરી છે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે આઠ હજાર પોલીસ કર્મીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. હાલના તબક્કામાં આ એક મોટી ભરતી રહેશે અને જેમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે.

વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરીને યુવાનોમાં ઉત્સાહનું મોજું પ્રસરાવ્યું હતું. ગુજરાત સરકાર જે આઠ હજાર પોલીસ કર્મીઓ ભરતી કરશે તેમાં 325 બિનહથિયારધારી પી.એસ.આઈ અને 6324 જેટલા બિનહથિયારધારી કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય જેલસેવાના કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.

ઉપરોક્ત ભરતીમાં શારીરિક ક્ષમતા ઉપરાંત લેખિત કસોટી અને ઓરલ ઇન્ટર્વ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

(8:30 pm IST)