Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે માટે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નો કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે એ માટે રાજપીપળા જનરલ હોસ્પિટલના સોસીયલ વર્કર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ માનસિક આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ રાજપીપળાના સોહિલકુમાર કોઠારી (સોસિયલ વર્કર) (NMHP) દ્વારા કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે તે માટે કાઉન્સિલીગ કરવામાં આવ્યુ હતું,સાથે સાથે તેમને હળવી કસરત કરાવી તેમની માનસિક સ્થિતિ નબળી ન પડે તેવા આશય થી એક સરસ પ્રયાસ કરવામાં આવ્યો હતો

(11:26 pm IST)