Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને મળશે ઠંડક : ડોમમાં લાગ્યા એરકુલર

પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે.

આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત અહીં શરુ કરવામાં આવેલા હેલ્પડેસ્ક પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્દીના સ્વજનો સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન દર્દી સાથે વાત કરી શકે છે.

આ સુવિધા અંગે વાતચીત કરતા સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો. પ્રદિપભાઈ પટેલ કહે છે કે, દર્દીઓમાંથી અન્ય લોકોમાં ક્રોસ ઈન્ફેકશન ન ફેલાય તે માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોમની સુવિધા ઉભી કરી છે. જેને અમે હેલ્પડેસ્ક નામ આપ્યું છે. ડો.પ્રદિપભાઈ ઉમેરે છે કે વીડિયો કોલિંગની ફેસિલિટીથી અમે દર્દી અને તેમના સ્વજનો વચ્ચે વાતચીત કરાવીએ છીએ. જેથી દર્દીના સ્વજનોને પણ માનસિક રીતે રાહત રહે છે

(10:21 am IST)
  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST