Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાત્રે ખેડાના કપડવંજમાં પોલીસ અને ટોળા વચ્ચે માથાકૂટ : પાંચથી છ ટીયરગેસના સેલ છોડાયા

કપડવંજ ટાઉન પોલીસ મથક અને કુંડાવાવ પોલીસચોકીમાં તોડફોડ: ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડા જિલ્લાના કપડવંજમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસ અને ટોળા વચ્ચે નજીવી બાબતને લઈને માથાકૂટ સર્જાઈ હતી. જેમાં અસામાજિક તત્વોએ કપડવંજ ટાઉન પોલીસ મથક અને કુંડાવાવ પોલીસચોકીમાં તોડફોડ કરી હતી. એકાએક કરાયેલા હુમલાને કાબુમાં લેવા માટે સ્થાનિક પોલીસે ટોળાની ઉપર પાંચ થી છ જેટલા ટીયરગેસના સેલ પણ છોડયા હતા.

 કપડવંજમાં પરિસ્થતિ વધુ વણસે નહિ તે માટે આસપાસના પોલીસ સ્ટેશનમાંથી વધારાનો પોલીસ ફોર્સ બોલાવામાં આવ્યું હતું. હુમલો ક્યાં કારણસર થયું તે અંગે હાલ પોલીસ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી જોકે, હુમલાને લીધે સમગ્ર કપડવંજમાં ભારે ગરમાવો ફેલાઈ ગયો છે. સ્થાનિક પોલીસે આ અંગે અસામાજિક તત્વોની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(10:23 am IST)