Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વડતાલ ધામમાં આજે ભગવાનશ્રી સ્વામિનારાયણનો ૨૪૦મો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો. વડતાલ મંદિર દ્વારા વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે સવારે પ્રાંત:કાળમાં ભગવાન સ્વામિનારાયણનો મંત્રાભિષેક : આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૨૪૦ જન્મદિવસ નિમિત્તે અંગન્યાસ, કરન્યાસ વગેરે સાથે મંત્રોચ્ચાર - અભિષેક

વડતાલમાં બંધબારણે ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૦મો જન્મોત્સવ ઊજવાયો

વડતાલ: વડતાલ ધામમાં આજે ભગવાનશ્રી સ્વામિનારાયણનો ૨૪૦મો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો. વડતાલ મંદિર દ્વારા વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે સવારે પ્રાંત:કાળમાં ભગવાન સ્વામિનારાયણનો મંત્રાભિષેક કરવામાં આવ્યો.

આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૨૪૦ જન્મદિવસ નિમિત્તે અંગન્યાસ, કરન્યાસ વગેરે કરીને મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. જે બાદ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.આ પાટોત્સવના યજમાન ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ, પુત્ર તુષાર પૌત્ર જયદીપકુમાર- ખાંધલીવાળા પરિવાર રહ્યો હતો.

આ સાથે ૧૯૬ વર્ષથી ચાલી આવતી પરંપરાનુસાર ચૈત્રી સમૈયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને અનુલક્ષીને શ્રોતાઓ ઘરે બેઠા વડતાલના સમૈયાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તચિંતામણી અંતર્ગત પરચા પ્રકરણની કથા પ્રિયદર્શન સ્વામીના વ્યાસાસને થઈ રહી છે.

પ્રારંભમાં મુખ્યકોઠારી પ.પૂ શાસ્ત્રી સંતવલ્લભ સ્વામી; પ.પૂ ગોવિંદપ્રસાદદાસજી સ્વામી- મેતપુરવાળા, પ પૂ ધર્મપ્રસાદદાસજી સ્વામી ખાનદેશી , પ પૂ શ્રીવલ્લભ સ્વામી વગેરે સંતોએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું અને મંગલ પ્રવચનની સાથે કોરોના કાળમાં સાવચેતી- જાગૃતિ અને એડવાન્સ પગલા લેવા અનુરોધ કર્યો હતો.

(4:54 pm IST)