Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વિરમગામ-ધ્રાંગધા હાઇવે નજીક કોરોનાના દર્દીને લઈને એમ્બ્યુલન્સ ટ્રક સાથે ટકરાતા ડ્રાઈવર સહીત અન્ય એકનું મોત

વિરમગામ: વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજરોજ વિરમગામ માલવણ હાઈવે ઉપર કાંકરાવાડી-વડગામ વચ્ચે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે ભુજથી કોવિડના દર્દીને અમદાવાદ લઈ જતી ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે ગફલતભરી હંકારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવક અને બાજુમાં બેેઠેલનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

ઉપરોક્ત બનાવની મળતી વિગતો મુજબ કચ્છ-ભુજથી કોવિડના દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી ત્યારે આજરોજ સવારે ૧૦-૦૦ કલાક આસપાસ વિરમગામ માલવણ હાઈવે ુપર માલ ભરેલી રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘુસી જતા એમ્બ્યુન્સનો ડ્રાઈવર ધવલ જોષી અને કમ્પાઉન્ડર શેહજાદ સમાનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. 

આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.  એમ્બ્યુલન્સમાં કોવિડના દર્દીને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાાં આવ્યા હતા. 

(5:02 pm IST)