Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વડતાલમાં વધતા જતા કોરોના વાયરસના કારણોસર હોસ્પિટલમાં 100 કોવીડ બેડ સાથે હેલ્થકેર સેન્ટર ઉભું કરવામાં આવશે

ખેડા: જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને સ્વામીનારાયણ તીર્થસ્થળ વડતાલ ખાતે કોરોનાની સારવાર માટે સુવિધા ઊભી કરવામાં આવનાર છે. વડતાલની હોસ્પિટલમાં ૧૦૦ કોવિડ બેડ સાથેનું  કોવિડ હેલ્થકેર સેન્ટર ઊભું કરવાની તૈયારી કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા પૂર્વતૈયારીના ભાગરૂપે અનેક સ્થળોએ કોરોના સારવાર માટેનાં કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજ રોજ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ વડતાલની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ વડાતલધામમાં મંદિરના કોઠારી ડો. સંતસ્વામી સાથે બેઠક યોજી હતી.

વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા નિઃશુલ્ક ચાલતી શ્રી સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓ.પી.ડી. બંધ કરીને ૧૦૦ બેડનું કોવિડ હેલ્થ સેન્ટર ઊભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના બીજા યાત્રિક ભુવન તેમ જ હોલમાં પણ કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર આયોજન જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને પાર પાડવામાં આવશે.

(5:04 pm IST)