Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસથી વધતી ચેઇન તોડવા માટે લોકોએ 12 દિવસનું સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય

સાબરકાંઠા:જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈને વણસી રહી છે ત્યારે પ્રજામાં જાગૃતિ આવે તે જરૂરી હોવા છતાં લોકો બેફીકર હિંમતનગર સહિત જિલ્લાના અન્ય તાલુકા મથકે નિયમોનો ભંગ કરીને ટહેલી રહ્યા છે. જેના લીધે કોરોનાનું સંક્રમણ વધવાની પુરી શક્યતા છે.

દરમિયાન કોરોનાને નાથવા માટે મંગળવારે જિલ્લા કલેક્ટરે સરપંચ એસોસિએશનો સાથે બેઠક યોજીને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવા અપીલ કરી છે. જેનો અમલ તા.૨૧ એપ્રિલથી ૨ મે સુધી રાખવા જણવ્યુ છે અને જો કોઈ નિયમનો ભંગ કરે તો સરપંચ તેની વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરી શકશે. ઉપરાંત ધાર્મિક અને સામાજીક સહિત લગ્નના મેળાવડાઓ પણ મોકુફ રાખે તે ઈચ્છનીય છે.

 જિલ્લા કલેક્ટર ર્ડા.રાજેન્દ્ર પટેલે સરપંચ અસોસિએશન સાથે કરેલી બેઠક બાદ જણાવ્યુ છે કે જિલ્લામાં કોરોનાની સ્થિતી ચિંતાજનક રીતે વિકટ બની રહી છે. જેના લીધે ખાસ કરીને ગામડાઓમાં તેની વિપરીત અસરો થાય તે અગાઉ સરપંચે ગ્રામજનો સાથે ચર્ચા કરીને સ્વયંભૂ લોકડાઉનનો તા.૨૧ એપ્રિલથી અમલ કરવો પડશે અને આ લોકડાઉન તા.૨ મે સુધી ચાલુ રાખવુ પડશે. ગામમાં જો કોઈ કોરોના પોઝેટીવનો કેસ જણાય તો તેને હોસ્પિટલોમાં જવાની જરૂર ન હોય તો તેના માટે ગામની સ્કૂલ, પ્રાથમિક શાળા અને જાહેર મિલ્કતનો ઉપયોગ કરીને કામચલાઉ વ્યવસ્થા ઉભી કરાશે.

(5:05 pm IST)