Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અપહરણ કર્યા બાદ ડ્રગ્સ આપી ગેંગરેપ આચરનારા ત્રણ ઝબ્બે

હેવાનોની હેવાનિયત બાદ મહિલાનું મોત નીપજ્યું : મહિલાને નશો થઈ જતાં તે બેભાન થવા લાગી અને ત્રણેય શખ્સ તેને એક મકાનમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું

અમદાવાદ,તા.૨૧ : શહેરના દાણીલીમડા વિસ્તારમાં મહિલાનું રિક્ષામાં અપહરણ કર્યા બાદ ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચરનારા ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સામુહિક દુષ્કર્મ બાદ મહિલાનું મોત થઈ ગયું હતું. જે સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય હવસખોરને ઝડપી લઈ દાણીલીમડા પોલીસને સોંપ્યા હતા. ત્યારબાદ દાણીલીમડા પોલીસે દુષ્કર્મ અને હત્યાના ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત એવી છે કે, મૂળ નેપાળની મહિલા તેના પતિ અને બે બાળકો સાથે દાણીલીમડામાં રહેતી હતી. મહિલા અને તેનો પતિ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન એક દિવસ પતિ કામ પર ગયો હતો ત્યયારે મહિલા તેના બંને બાળકોને પાડોશીને ત્યાં મૂકીને કામ પર જવા માટે રવાના થઈ. ચંડોળા તળાવ પાસે રિક્ષાની રાહ જોતી હતી ત્યારે એખ રિક્ષામાં ત્રણ શખ્સ રાજુ સોલંકી, ઈમરાન અને શકીમ આવ્યા અને મહિલાને જબરજસ્તી રિક્ષામાં બેસાડીને ડ્રગ્સ પીવડાવ્યું હતું. મહિલાને નશો થઈ જતાં તે બેભાન થવા લાગી અને ત્રણેય શખ્સ તેને દાણીલીમડામાં એક મકાનમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

            બીજા દિવસે મહિલાને હોશ આવતા તેને ગુપ્તાંગમાં અસહ્ય દુઃખાવો થતો હતો. જેથી મહિલા બૂમો પાડવા લાગી. જો કે, ત્રણેય શખ્સોએ તેના મોઢામાં રૂમાલનો ડૂચો નાખી દીધો અને તેને બાંધી દીધી, જેને કારણે ગૂંગળામણને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ખુલ્લા મકાનમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની વાત પ્રસરતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે રાજુ સોલંકીને ઝડપીને કડક પૂછપરછ કરતા તેને પોતાનો ગૂનો કબૂલ્યો હતો. રાજુની કબૂલાત બાદ ક્રાઈમ બ્રાન્ચે શકીલ અને ઈમરાનને પણ ઝડપી લીધા હતા અને ત્રણેયને દાણીલીમડા પોલીસને સોંપી દીધા હતા. હાલ પોલીસે ત્રણેય સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મેડિકલમાંથી ડ્રગ્સ લાવ્યા બાદ મહિલાને ડ્રગ્સ આપીને નશાની હાલતમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને વારાફરથી રાજુ, ઈમરાન અને શકીલ ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન એક હવસખોર મહિલાના શરીરને પીંખતો હતો ત્યારે બીજો હવસખોર દુષ્કર્મનો મોબાઈલમાં વિડીયો ઉતારતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓના ફોન કબજે કરીને એફએસએલમાં મોકલાયા છે.

(7:43 pm IST)
  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST

  • આસામમાં ઓએનજીસીના ૩ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું : આસામના ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. access_time 4:06 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST