Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અંતે ભાજપના ધારાસભ્યના પુત્રની સામે ગુનો નોંધાયો

કરજણમાં હિટ એન્ડ રનના બનાવમાં આરોપી જબ્બે : કારથી અકસ્માતે મોતના કિસ્સામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની સંડોવણી સામે આવી હતી

વડોદરા, તા.૨૧ : વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગઇરાત્રે હિટ એન્ડ રનના બનેલા બનાવમાં આખરે મોડીરાત્રે કરજણના ભાજપના ધારાસભ્યના પુત્ર સામે ગુનો નોંધાયો છે.

કરજણના મેથી ગામે ગઇરાત્રે પંચાયત ઘર પાસે નાગજીભાઈ પટેલ નામના સીનીયર સીટીઝન રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેમને અડફેટમાં લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની સંડોવણી હોવાથી ચકચાર વ્યાપી હતી. પરંતુ પોલીસને પૂછતા આવો કોઈ બનાવો પોલીસ સુધી આવ્યો નથી તેવા જવાબ આપવામાં આવતા હતા. આખરે મૃતકના વડોદરાના ભાયલી ખાતે રહેતા ભાણેજ મનિષ પટેલે મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા પોલીસે મરનારના ભત્રીજા જીગ્નેશ પટેલની ફરિયાદ નોંધી હતી.

ફરિયાદમાં જિજ્ઞેશ પટેલે પોલીસને કહ્યું હતું કે, મારા કાકાનો અકસ્માત થયો ત્યારે બાજુમાં સિલ્વર કલર કમ્પાસ કાર પડી હતી. જે કાર અક્ષય પટેલનો પુત્ર ઋષિ ચલાવતો હોવાનું તેમજ બાજુમાં એક યુવક પણ બેઠો હોવાનું મને જાણવા મળ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે કરજણ પોલીસે અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે બેદરકારી રીતે વાહન હંકારી અકસ્માત કરી મોત નીપજાવવા બદલ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

(8:37 pm IST)
  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST

  • ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બપોર બાદ તોફાની પવન સાથે વરસાદની સંભાવના : ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છેઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છના અમુક ભાગોમાં આજે બપોર બાદ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે access_time 4:07 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST