Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ નોટ જમા : એસઓજીએ કુલ 6.73 લાખની 1963 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો જપ્ત કરી

શહેરની 14 જેટલી બેંકમાં તપાસ: બેંકોમાંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી

અમદાવાદ શહેરમાં વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ હોવાની જાણ થતા એસઓજીએ તપાસ હાથધરી હતી. શહેરની વિવિધ બેંકોમાં કેટલીક ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ છે. તપાસ દરમિયાન એસઓજીની ટીમને કુલ રૂ.6.73 લાખની 1963 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવતા જપ્ત કરી હતી. આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં કેટલીક બેંકમાં વિવિધ ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ હતી. શહેરની 14 જેટલી બેંકમાં તપાસ હાથધરી હતી. જો કે આ બેંકોમાંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી હતી. જેમાં 2 હજારની 149, 500 ની 423, 200 ની 308, 100 ની 960, 50ની 120 અને 10 ની એક મળીને કુલ 1963 નકલી નોટો મળી આવી હતી. એસઓજીએ આ નકલી નોટો કબ્જે કરી હતી. આ નકલી નોટો અંગે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી.

તપાસમાં એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે, આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ ચલણી નોટો બેંકોમાં આવી કઈ રીત, તથા આ વિષય પર તપાસ કરતા બેંકના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણતા હોય છે તેમાં આવી નોટો આવી ગઈ હોવાનું પોલીસ તથા સત્તા એજન્સીઓનું માનવુ છે. જો કે આ અંગે કડક તપાસ કરવામાં આવે તો નકલી નોટો ક્યાંથી આવે છે તેની કડી મળી શકે એમ છે.

(11:25 pm IST)