Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ભારતની આઝાદીના અમૃત વર્ષ પર્વે SGVP ગુરુકુળમાં યોજાયેલ બાલ શિબિરના ૩૬૦ વિદ્યાર્થીઓએ

૭૫ ફૂટ ઊંચા ધ્વજને સલામી આપી અમૃત વર્ષ ઉજવ્યું.

 અમદાવાદ તારીખ ૨૧. બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય, માતા-પિતા-વડીલો પ્રત્યે પ્રેમ અને આદરભાવ જાગૃત થાય, ભગવાન પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધા વધે તેવા હેતુથી દર વર્ષે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલમાં બાલશિબિર યોજાય છે.

          આ વર્ષે પણ શિબિરમાં ૨૦૦ વિદ્યાર્થીઓ અને ૧૬૦ ઉપરાંત વિદ્યાર્થીનીઓ જોડાયા છે. જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, મુંબઈ, સુરત, જામનગર વગેરે સ્થાનોમાંથી શિબિરાર્થીઓ જોડાયા છે.

          શિબિરાર્થીઓને સવારની પૂજા-પાઠ વગેરે દૈનિક ક્રમ, યોગાસન, હોર્સ રાઇડિંગ, જુદી જુદી ઇનડોર-આઉટડોરરમતો વગેરે તેમજ ભગવાન અને અને મહાપુરુષોના જીવન ચરિત્રો કહેવામાં આવે છે. આ વર્ષે સમગ્ર દેશ જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યો છે ત્યારે SGVP ગુરુકુલના પ્રવેશદ્વાર પાસે ૭૫ ફૂટ ઊંચા સ્તંભમાં ફરકી રહેલ રાષ્ટ્રધ્વજને શિબિરાર્થી છાત્રોએ સલામી આપી આઝાદી અમૃત પર્વ ઉજવ્યું હતું.

          આ પ્રસંગે સ્વામી ભક્તિવેદાંતદાસ સ્વામીએ ભારતને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહજી, સુભાષચંદ્ર બોઝ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રેરક પ્રસંગો કહ્યા હતા.

(12:26 pm IST)