Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

હત્યા કરી ૨૪-૨૪ વર્ષથી ઓડીસા રાજ્યના જંગલમાં છુપાયેલ હત્યારાને પકડીને જ સુરત એસ.ઓ.જી.એ નિરાંતનો શ્વાસ લીધો

પોલીસ ધારે તો શું ન કરી શકે તેવા સન્ની દેઓલના ડાયલોગને સાર્થક કરતી રસપ્રદ કથા : અજયકુમાર તોમર જેવું અસરકારક નેતૃત્વ, પીઆઇ આર .એસ. સુવેરા, પીએસઆઈ વી. સી.જાડેજા સહિત નાનામાં નાના સ્ટાફની નિષ્ઠા રંગ લાવી, ઓડિસા પાહોંચી દબોચી લીધો

રાજકોટ તા.  ૨૧: સુરત શહેરને ડ્રગ્સ મુકત બનાવવાના અભિયાનને વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા મળેલ સાથથી પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સૌરાષ્ટ્રના જૂની પેઢીના અધિકારીઓ અને સ્ટાફ કે જેઓ ગુનેગારો પર જબરજસ્ત ધાક ધરાવતા તે પેટર્ન મુજબ રીઢા ગુનેગારોની પ્રવૃત્તિઓ જાણવા સર પ્રાઈઝ ચેકીંગ, આવા ગુનેગારોના મેળા બાદ ગંભીર ગુન્હાઓ કર્યાં બાદ પોલિસના હાથમાં ન આવેલ ગુનેગારોને શોધવા માટેની ખાસ કામગીરી એસ. ઑ.જી. પીઆઇ આર.એસ. સુવરા ટીમને સુ-ત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે,૨૪ વર્ષ પહેલાં સુરતના ઉમરા વિસ્તારમાં બેરહેમીથી હત્યા કરી ઓરીસા રાજ્યના જંગલ વિસ્તારમાં છુપાઈ પોલીસને થાપ આપતા હત્યારાને અંતે એસ. ઑ.જી ટીમને સફળતા મળી છે.                         

એસ.ઑ.જી. સ્ટાફ એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી જે.એન. દેસાઈના માર્ગ દર્શન હેઠળ અને સૂચના મુજબ પાછળ લાગેલ.

ઉકત હત્યાના મામલામાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા બહોળો અનુભવ આધારે પીઆઇ આર.એસ. સુવેરા, પીએસઆઈ વી. સી. જાડેજા સાથે રૃબરૃ ચર્ચા બાદ સ્માર્ટ વર્ક દ્વારા આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવવા સૂચન કરી બાતમીદાર નેટવર્ક અલગ રીતે એકિટવ કરવા સૂચવેલ.

પોલીસની આવી કવાયત દરમિયાન એસ. ઑ.જી.સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભૂ ભાઈને બાતમી મળેલ કે આરોપી લખન દીનબંધુ જંગલ વિસ્તાર બહાર નીકળ્યાંની માહિતી મળેલ જે અંગે પીઆઇ આર.એસ. સુવેરાની ટેકનિકલ તપાસમાં હકીકત ખરી હોવા અંગેની માહિતી ખરી નીકળેલ.

જેથી આરોપી ઓડીશા ખાતેથી નાસી જાય તે પહેલા તેને ઝડપી પાડવા એસ.ઓ.જી.ના એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ, એએસઆઈ જલુભાઈ મગનભાઈ, એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ, એચસી દામજીભાઈ ધનજીભાઈ, એસસી અલ્કેશ રમણભાઈ તથા એચસી અશોકભાઈ લાભુભાઈ નાઓને તુરંત જ ઓડીશા ગંજામ ખાતે રવાના કરેલ અને જે ટીમે ગંજામ પોલીસની મદદ મેળવી આરોપી લખન દિનબંધુ બહેરા રહે ગામ બડાબદગી થાના સોરડા, જી. ગંજામ (ઓડીશા) વાળાને તેના ઘરમાંથી કંઈ પણ સમજે વિચારે તે પહેલા જ દબોચી લેવામાં સફળતા મળેલ છે.

(3:17 pm IST)