Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સોલાર-વિન્‍ડ હાઇબ્રીડ સિસ્‍ટમ્‍સ દ્વારા પાવર મેળવવાના ફાયદા

હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગગૃહો અને કોમર્શીયલ ગૃહો રીન્‍યુએબલ એનર્જી તરફ વધુ ઢળતા જાય છે. કારણ કે  આ બિન પરંપરાગત ઉર્જા ગ્‍લોબલ વોર્મીગથી તો બચાવે છે. પણ વપરાશકારો માટે લાંબા ગાળે ખુબ ફાયદાકારક થાય છે.બીજુ હાલમાં કોલસા અને ગેસની તંગીને  કારણે કોલ બેઇઝ પાવર પ્‍લાન્‍ટ કે ગેસ બેઇઝ પાવર પ્‍લાન્‍ટ દ્વારા વિજળી મેળવવી તકલીફ રૂપ થઇ રહ્યુ છે.

હાલમાં ગુજરાતમાં રીન્‍યુએબલ એનર્જીની બે પોલીસી મુખ્‍યત્‍વે અમલમાં  છે.

(૧) સોલાર પોલીસી ૨૦૨૧ (૨)સોલાર-વિન્‍ડ હાઇબ્રીડ પોલીસી ૨૦૧૫

ગુજરાત સરકારે જેમ સોલાર પોલીસી ૨૦૨૧ દ્વારા કોન્‍ટ્રાકટ ડીમાન્‍ડથી વધારે કેપેસીટીના સોલાર પાવર પ્‍લાન્‍ટ બનાવી વિજળી ઉત્‍પન્ન કરવા લોકોને આહવાન કર્યુ તે જ રીતે સોલાર-વિનુ હાઇબ્રીડ પોલીસી ૨૦૧૮ દ્વારા સોલાર અને વિન્‍ડ એક જ સ્‍થળે ઇન્‍સ્‍ટોલ કરી તેના દ્વારા ઉત્‍પન્ન થતી વિજળી ગ્રાહક પોતાના ઇલેકટ્રીક બીલમાં બાદ મેળવી શકે એવી પોલીસી બનાવી છે.

તો સ્‍વાભાવિક કોઇને પ્રશ્ન થાય કે માત્ર સોલાર પ્‍લાન્‍ટ દ્વારા પાવર ઉત્‍પન્ન કરવાથી  ફાયદો છે કે સોલાર-વિન્‍ડ હાઇબ્રીડ  સીસ્‍ટમ્‍સથી પાવર ઉત્‍પન્ન કરવામા ફાયદો  છે?

આવો આપણે એ બેય પોલીસીની ભેદરેખા વિશે ટૂંકમાં ચર્ચા કરીએ.

જો કોઇ ગ્રાહક પોતે માત્ર સોલાર પ્‍લાન્‍ટ દ્વારા વિજળી ઉત્‍પન્ન કરવા માંગે અને રૂફટોપ સીવાય કોઇપણ અન્‍ય જગ્‍યાએ ગ્રાઉન્‍ડ માઉન્‍ટેડ પ્રોજેકટ કરે તો સોલાર પોલીસી ૨૦૨૧ અંતર્ગત ૧૧ કેવી ના કન્‍ઝયુમરને

વ્‍હીલીંગ લોસ અને ચાર્જીસ ૧૦૦% લાગે

 બેકીંગ ચાર્જ રૂા.૧.૧૦ અથવા ૧.૫૦ લાગે

અમૂક ગ્રાહકોને બાદ કરતા એચ વાય કન્‍ઝયુમરને સવારે ૭ થી સાંજના ૬ વાગ્‍યા સુધીના ગાળામાં જ યુનીટ સેટ ઓફ મળે

કોઇ રોકાણકાર પોતે થર્ડ પાર્ટીને પાવર વેચવા માંગતો હોય તો ક્રોસ સબસીડી સરચાર્જ અને એડી.સરચાર્જ ૧૦૦% લાગે છે.

જયારે સોલાર વિન્‍ડ હાઇબ્રીડ સીસ્‍ટમ્‍સમાં ૧૧ કેવીના કન્‍ઝયુમર ને વ્‍હીલીંગ ચાર્જ અને લોસ ૫૦% લાગે છે.  -કોઇ પણ જાતનો બેંકીંગ ચાર્જ લાગતો નથી.-હાઇબ્રીડ સીસ્‍ટમ્‍સથી ઉત્‍પન્ન થતો પાવર આખા મહિનાના બીલમાં રાહત આપે છે.- કોઇપણ રોકાણકાર થર્ડ પાર્ટીને પાવર વેચવા માંગે તો ક્રોસ સબસીડી સરચાર્જ અને એડી સરચાર્જ ૫૦% લાગે છે. -આ ઉપરાંત કેપ્‍ટીવ, ગ્રુપકેપ્‍ટીવ, થર્ડ પાર્ટી વિગેરે જેવા જુદા જુદા મોડમાં વપરાશકાર(ગ્રાહક) હાઇબ્રીડ પાવરનો લાભ લઇ શકે.- આ પોલીસીમાં ઉધાર પાસુ એક જ છે કે કોઇ પણ ગ્રાહક કોન્‍ટ્રાકટર ડીમાન્‍ડના ૫૦% સુધીની કેપેસીટીવાળી સોલાર-વિન્‍ડ હાઇબ્રીડ પ્‍લાન્‍ટ સ્‍થાપી શકે.

જે ગ્રાહકોને ૧૨૦૦કેવી થી વધારે કોન્‍ટ્રાકટ ડીમાન્‍ડ હોય તેઓ પોતે અથવા કોઇ ડેવલપર (જનરેટર) સાથે ૨૬% ઇકવીટી આપી ૧૦૦% પાવર મેળવી શકે.

જે ઇલે.એકટ ૨૦૦૩ પ્રમાણે માન્‍ય છે. માત્ર સોલાર પ્‍લાન્‍ટમાં જેઓ ૧૨૦૦ કેવીથી નાની કોન્‍ટ્રાકટર ડીમાન્‍ડ ધરાવતા કન્‍ઝયુમર છે તેઓ પણ કોઇ ઇન્‍વેસ્‍ટર સાથે ૭૪-૨૬% ના રેસીયા સાથે પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપી ૧૦૦% પાવર લઇ શકે. યાદ રહે કે સોલાર-વિન્‍ડ હાઇબ્રીડ પોલીસી ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂર્ણ થાય અને પાવર પ્‍લાન્‍ટ ઇન્‍સ્‍ટોલેશન ટાઇમ જનરલી ૬થી ૭ મહિનાનો હોય છે. તો જે ગ્રાહકો હાઇબ્રીડ સીસ્‍ટમ્‍સ ધારા પાવર મેળવવા માંગતા હોય તેમણે થોડી ઉતાવળ કરી જલ્‍દી નિર્ણય લેવો જોઇએ.

                                કેતન ભટ્ટ

                           રિન્‍યુએબલ એનર્જી કન્‍સલ્‍ટન્‍ટ

મો. ૯૪૨૮૨ ૦૨૧૦૨

(3:27 pm IST)