Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કઠલાલ નજીક હાઇવે પર કન્ટેનર ચાલકે બાઇકને હડફેટે લેતા એક શખ્સે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નડિયાદ : કઠલાલ નજીક હાઇવે પર એક કન્ટેઇનરે બાઇક ચાલકને અડફેટે લેતા એક  વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઇક પર પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રૂદણ ગામે બહેનને મળીને પરત આવી રહેલ ભાઇને કાળ ભરખી જતા ગામમાં શોક ફેલાયો છે.

કઠલાલ તાલુકાના બળુકીયા ગામે રહેતા ચીમનભાઇ છગનભાઇ પરમાર આજે સવારે પત્ની સુખીબેન સાથે રૂદણ ગામે રહેતી પોતાની બહેનને મળવા ગયા હતા. જ્યાંથી સાંજે પરત પોતાને ગામ આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે બાઇક લઇને કઠલાલ તાલુકાના પીઠાઇ રોડ ઉપરથી નેશનલ હાઇવે ઉપર આવવા માટે કઠલાલ તરફ વળી રહ્યા હતા તે સમયે પાછળથી આવતા એક કન્ટેનરે તેમને અડફેટે લીધા હતા. કન્ટેનરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઇ અને ગફલતભરી રીતે પૂરઝડપે હંકારી ચીમનભાઇની બાઇક સાથે ધડાકાભેર અથડાયુ હતુ. જેને કારણે ચીમનભાઇ, સુખીબેન અને પૌત્ર કુણાલ રોડ પર પટકાયા હતા. કન્ટેનરનું કાળચક્ર ચીમનભાઇના માથા પર ફરી વળ્યુ ંહતું. જેને કારણે ચીમનભાઇનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યંુ હતું. જ્યારે સુખીબેન અને કુણાલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તરત જ તેમને કઠલાલના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડયા હતા.

(5:50 pm IST)