Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સુરતમાં અગાઉ 14 વર્ષીય કિશોરીના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

સુરત: આજથી ત્રણ વર્ષ અગાઉ 14 વર્ષની કિશોરીની ઇચ્છા, સંમતિ વિરુદ્વ શરીર સંબંધ બાધી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસ સુરતની પોકસો કોર્ટમાં ચાલી જતા વિશેષ ન્યાયાધીશ દિલીપ.પી. મહિડાએ આરોપી કિષ્ના યાદવને દસ વર્ષની સખત કેદની સજા અને રૃા.20 હજારનો દંડનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે સુરત નજીકના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની સગીર વયની દિકરી ઘરે એકલી હતી. ત્યારે આરોપી કિષ્ના છોટેલાલ યાદવ ( ઉ.વ.27 ) ઘરે આવ્યો હતો. અને તેણીની મરજી વિરુદ્ર શરીર સંબંધ બાધી ધમકી આપી હતી કે કોઇને વાત કરતી નહીં. અને તું જો તારા માતા પિતાને વાત કરશે તો હું તમને બદનામ કરી દઇશ. આવી ધમકી આપી બેથી ત્રણ વખત તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાધ્યા હતા. આ અગે તેણે પિતાને જાણ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતની પોક્સો કોર્ટમાં કેસની અંતિમ સુનાવણી ચાલી હતી. બચાવ અને ફરિયાદ પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપી ક્રિષ્ના યાદવને ભારતીય દંડ સહિતાની કલમ-૩૭૬ (૨) ( એન) ની સાથે જાતિય ગુનાઓની સામે બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૪,૬, મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૦ હજારનો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે જ અપીલ પીરીયડ બાદ ભોગ બનનાર તરૃણીને રૃા.૧ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નિર્દેશ આપ્યો છે. 

(5:50 pm IST)