Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વિશ્વ યોગ દિવસે રાજપીપળા સ્પોર્ટ સંકુલમાં નવદુર્ગા સ્કૂલનાં વિદ્યાર્થીઓ,શિક્ષકો એ યોગ કર્યાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, જે અન્વયે દર વર્ષે તા.૨૧ જુન, ૨૦૨૨ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે ૨૧ મી જુનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે આયોજન કર્યું છે.
 “આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી નાં ભાગરૂપે રાજપીપળા નવદુર્ગા સ્કૂલ નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રાજપીપળાનાં ધાબા ગ્રાઉન્ડ ખાતેના સ્પોર્ટ સંકુલમાં 800 જેવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા,યુગના આ કાર્યક્રમમાં સ્કૂલનાં આચાર્ય રીનાબેન પંડ્યા સહિત શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.

(11:01 pm IST)