Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડને પાર પહોંચી

પર મિલીયન વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર : ૧૮ થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ, 20 હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા

અમદાવાદ : ગુજરાતમાં  કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ,01 લાખ,46 હજાર ,996 થઈ છે જયારે  રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4, કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે, રાજ્યમાં
પર મિલીયન વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે,
રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083  છે આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો માંથી સમગ્રતયા ૪૭ ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો છે
રાજ્યના 2,678 સરકારી અને 57  ખાનગી વેક્સીનેશન સેન્ટર  મળીને કુલ 2,732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે
આજે તા. 20 જુલાઈએ રાજ્યમાં ૪ લાખ ૧૨ હજાર ૪૯૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

(8:35 pm IST)