Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વલસાડ, ઉમરગામ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા : લોકોને ભારે હાલાકી : હજુ વરસાદની આગાહી

સુરત :  દક્ષિણ ગુજરાતનાં નવસારી, સુરત અને ઉંમરગાંવ, ડાંગ જિલ્લાઓ પહેલાથી જ ભારે વરસાદનાં કારણે પરેશાન છે. અહીં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. અનેક રસ્તાઓ બંધ છે. તેવામાં હવે મેઘરાજા ખમૈયા કરે તેવું નાગરિકો ઇચ્છી રહ્યા છે. જો કે તેમના માટે હજી પણ કોઇ રાહતના સમાચાર નથી. આગામી પાંચ દિવસ હજી પણ તેમના માટે ભારે રહેવાનાં છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે.

(11:38 am IST)