Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વલસાડ : તિથલનો દરિયો બન્યો ગાંડોતુર : દરિયામાં 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં

દરિયાકિનારે 35થી 40ની સ્પીડે પવન ફંકાયો: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

વલસાડ જિલ્લામાં હાલ મેઘરાજાએ મહેર વરસાવી છે. ત્યારે બીજી તરફ વલસાડનો જાણીતો તિથલનો દરિયો ગાંડોતુર બન્યો છે. તિથલના દરિયામાં 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછડ્યા હતા. તો દરિયાકિનારે 35થી 40ની સ્પીડે પવન ફંકાયો હતો. જિલ્લા કલેકટરે હવામાન ખાતાની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે હજુ પણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેને પગલે દરિયાકિનારે જતા પહેલા સાવધાની રાખવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.

(11:40 am IST)