Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

આગામી પાંચ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: મધ્ય ગુજરાતમાં છુટાછવાયા વરસાદ પડશે

ગાંધીનગર : આગામી પાંચ દિવસમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત પહેલાથી જ ભારે વરસાદનાં કારણે બેહાલ છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજી પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

(11:42 am IST)