Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વલસાડ તિથલ દરિયો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો સાથે દરિયામાં કરંટ જોવાયો :15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

ભારે વરસાદના કારણે તિથલ દરિયામાં કરંટ જોવા મળ્યો: દરિયાઇ ભરતીના મોજા આશરે ૧૦થી ૧૫ ફૂટ જેટલા ઊંચા ઉછડ્યા હતા જેને લઈને પ્રવાસીઓએ સેલ્ફી લઈને મજા માણી હતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ તિથલ દરિયા કિનારો છેલ્લા ઘણા સમયથી કોરોના લીધે વહીવટીતંત્ર એ પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ હાલમાં વલસાડ જિલ્લામાં કોરોના કેસો ઘટી જતાં વહીવટી તંત્ર દ્વારા અમુક પ્રવાસન સ્થળો ચાલુ કરી દેવામાં આવ્યા હતા જ્યારે ઘણા સમયથી પ્રવાસીઓ તીથલ દરીયો ખુલવાની રાહ જોઇને બેઠા હતા પણ વહીવટી તંત્ર દ્વારા આજરોજ તીથલ દરીયો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકતા ખુશીની લહેર જોવા મળી હતી

 તિથલ બીચ ખુલ્લો મુકતા સહેલાણીઓ મોટી સંખ્યા માં બીચ પર જોવા મળ્યા હતા ભારે વરસાદ ના કારણે તિથલ દરિયા માં કરંટ જોવા મળ્યો હતો તો દરિયાઇ ભરતીના મોજા આશરે ૧૦થી ૧૫ ફૂટ જેટલા ઊંચા ઉછડ્યા હતા જેને લઈને પ્રવાસીઓએ સેલ્ફી લઈને મજા માણી હતી. કોરોના કાળ ના લાંબા સમય બાદ તિથલ બીચ ખુલ્લો મુકવામાં આવતા સહેલાણીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

 અત્રે ઉલ્લેખનીય છે કે તિથલ બીચ બંધ હોવાના કારણે તિથલ ગ્રામ પંચાયત અને તિથલ ગામના લારી ગલ્લા વાળાઓનો રોજગાર બંધ હોવાથી તેઓની આજીવકાનો પ્રશ્ન ઉઠ્યો હતો તેઓએ તિથલ બીચ ચાલુ કરવાની રજુઆત કરી હતી ગામજનોની રજૂઆતને જોતા આજે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા તિથલ દરિયો ખુલ્લો મુકવામાં આવ્યો છે

(11:44 am IST)