Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સાત કોઠા વીંધી રવી પૂજારીનો કબ્જો મળતા જ અર્ધો જંગ જીતી ગુજરાત જીતી ગયું છે

ગુજરાતના મહાનુભાવો,બોલિવૂડ હસ્તીઓને ધમકીઓ આપનાર કુખ્યાત ડોન રવી પૂજારીનું અથથી ઇતિ સુધીની દાસ્તાન 'અકિલા' સમક્ષ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ વર્ણવે છે : રવી પૂજારી અર્થાત્ રવી પ્રકાશ મૂળ રહેવાસી કર્ણાટક, ધોરણ ૧૦ પાસ પણ મુંબઈ આવી શ્રીકાંત મામા પાસે ગુન્હાખોરીના પાઠ ભણી પી.એચ. ડી. બની ગયો હતોઃ છોટા રાજનનો શાર્પ શૂટર બનેલો. દાઉદના ફાઈનાન્સ મેનેજરની હત્યા કરતા અંધારી આલમ ખળભળી ઉઠી હતીઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ ૧૪ ગુન્હાની તપાસ ચલાવી રહી છે

રાજકોટ તા.૨૧, પ્રત્યપણૅ સંઘીથી રવી પૂજારીને ગુજરાત લાવવામાં સફળતા મળી તેને કારણે જ ગુજરાત પોલીસ અર્થાત્ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અર્ધો જંગ જીતી ગયેલ છે તેમ  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વડા પ્રેમવીરસિહ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ઉકત બાબતે તેઓ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવેલ કે, પ્રત્યાર્પણથી આરોપીને અન્ય દેશમાં લાવવા માટે ખૂબ ગુચવડાભરી વિધિઓ હોય છે. પોલીસ, ગુજરાત ગ્રહ મંત્રાલય અને કેન્દ્ ગૃહ મંત્રાલય મારફત આખી પ્રક્રિયા કરવાની હોય છે. જે સાત કોઠા વીંધવા જેવી હોય છે. પરંતુ  ગુજરાત સરકારની દૃઢ પ્રતિ બધતા,ગ્રહ મંત્રાલય અને પોલીસ દ્વારા ફૂલ પ્રૂફ દરખાસ્ત આ બધા ને કારણે આ પ્રાથમિક જંગ જીતી ગયા છીએ.

  આરોપી રવિ પ્રકાશ સ/ઓ સુલીયા દેવપ્પા પુજારી મુળ રહે, માલ્પે બીચ, ઉડુપી કર્ણાટક તથા મુબઇનો છે. જેણે ગુજરાત રાજય, મુંબઇ, થાણે મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ કેરાલા વિગેરે જગ્યાઓએ હત્યા, હત્યાની કોશીશ, અપહરણ, ખંડણી માંગવી વિગેરે પ્રકારના ગંભીર ગુન્હા કરેલ હોય. જેથી આરોપી રવિ પુજારી વિરૂધ્ધ ગુજરાત ખાતે દાખલ થયેલ ગુન્હા પૈકી કુલ-૧૪ ગુન્હાની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવામાં આવેલ હતી.

 અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવેલ તપાસ પૈકી આણંદ જીલ્લાના બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૬/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૦૭, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૭ ના ગુન્હાની તપાસ કરતાં હકીકત એવી છે કે, બોરસદ ટાઉન ના રહીશ પ્રજ્ઞેશભાઇ પટેલ જેઓ સને ૨૦૧૫ની નગરપાલિકા ચુટણીમાં કાઉન્સીલર તરીકે ચુટણી જીતી ગયેલ અને નગરપાલિકા પ્રમુખ બનેલ હતા. જેથી વિરોધ પક્ષ તેઓથી નારાજ હતો, જેથી જે તે સમયે હારી ગયેલા ઉમેદવારોના પક્ષે ચન્દ્રેશભાઇ ઉર્ફે ચન્દ્રો ઉર્ફે જયેશ ઉર્ફે કેશરી કેબલ વાળો રમેશભાઇ પટેલ તથા શ્યામગીરી ભવરગીરી ગોસ્વામી બંન્ને રહે. બોરસદ નાઓ પ્રજ્ઞેશભાઇ પટેલ થી નારાજ ચાલતા હતા. તેમજ આ નારાજગી ચરમસીમાએ પહોંચેલ હતી. જેથી ચંદ્રેશ પટેલ તથા શ્યામગીરી જેઓ બંત્ને ગુન્હહિત ઇતિહાસ ધરાવે છે.(આણંદ બા.ગી.મર્ડર કેસ વિગેરે) જેઓએ ઘણો લાંબો સમય બિલોદરા,વડોદરા વિગેરે જગ્યાઓએ જેલવાસ ભોગવેલ છે. જેથી જેલની અંદર બીજા કેટલાક આરોપીઓના સંપર્કમાં હતાં.

 બોરસદ ટાઉન નગરપાલિકા ચુંટણી હારી જતા ચંદ્રેશ પટેલ તથા શ્યામગીરી ગોસ્વામી નાઓને પ્રજ્ઞેશભાઇ પટેલ સાથે મનદુખ હોવાને કારણે ચંદ્રેશ પટેલ તથા શ્યામગીરીએ કાઉન્સીલર પ્રજ્ઞેશભાઇ પટેલની હત્યા કરવાનું નક્કી કરેલ હતું. તેમજ આ હત્યા કરવા આ ગુન્હાના બીજા આરોપીઓએ પણ સંમતિ દર્શાવેલ હોય. જેથી સને ૨૦૧૬ ના આખરના મહિનામાં શ્યામગીરી ગોસ્વામી, ચંદ્રેશ પટેલ તેમજ આ ગુન્હાના બીજા આરોપીઓ મળી મુંબઇ ખાતે ધી લીજન્ડ હોટલ ખાતે જઇ રોકાયેલ હતા. આ હોટલ ઉપર ચંદ્રેશ પટેલ તથા શ્યામગીરી ગોસ્વામીના જેલવાસ દરમ્યાનના મિત્ર સુરેશ ઉર્ફે અન્ના ૫/૦ મુથૈયા પુજારી, મુળ રહે.ફકુંડે મુલાગ્રામા, પો.સ્ટ. કટીલ, તા.જી. મેંગલોર, રાજય કર્ણાટક તથા મુબંઇ ફાઇનીયર હેરીટેજ ટું રૂમ નં.૫૦૨ સાંતાકૂઝ વેસ્ટર્ન મુંબઇ-પ૪ તથા રમેશ ૫/૦ કિટ્ટા પુજારી, મુળ રહે. પેરડુર કોકીજાર તા.પેરડુર જીલ્લો. ઉડપીજાર તથા મુબંઇ બાંન્દ્રા પી.પી.સી. ચાલ નં.૩૪૧ રામમંદિર ખેતવાડી રોડ બાંન્દ્રા ઇસ્ટ મુંબઇનાઓ ભેગા મળેલા અને કાઉન્સીલર પ્રજ્ઞેશભાઇ પટેલને મારી નાખવાની યોજના બનાવેલ હતી. જે યોજનાના ભાગરૂપે કાઉન્સીલર પ્રજ્ઞેશભાઇ પટેલની હત્યા કરવા શાર્પ શુટર તરીકે સુરેશકુમાર ૫/૦ પાંડિયન પીલ્લઇ, રહે. કલ્લી વયલ, હરીયકુંડી, જી.પશુપત્ન, ચેન્નાઇ હાલ રહે. ગણેશનગર, ઝુપડપટ્ટી જીમ પાસે, આઝાદનગર, બ્રાહમણ સોસાયટીની સામે, થાણે, મહારાષ્ટ્ર તથા મહંમદસાબીર ૫/૦ નુરમંહમદ મોમીન, રહે. સુરતને મોકલી આપવા વાત થયેલ હતી.

આરોપી રવિ પુજારી મુળ ઉડીપી, કર્ણાટકનો છે અને જન્મના થોડા વર્ષ બાદ તે પરીવાર સાથે મુંબઇ આવી ગયેલ. મુંબઇ ખાતે ધોરણ ૧૦ સુંધી અભ્યાસ બાદ તેણે શ્રીકાંત મામા નામના ગુન્હેગાર સાથે કામ કરવાનું શરૂ કરેલ હતું. જેથી મજકુર આરોપી વિરૂધ્ધ સને ૧૯૮૬-૮૭ માં હત્યાની કોશીશનો ગુન્હો દાખલ થયેલ હતો. ત્યારબાદ તેણે દાઉદ ઇબ્રાહીમ તેમજ છોટારાજન સાથે કામ કરવાનું શરૂ કરેલ હતું. ૧૯૯૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ બાદ છોટા રાજન તથા દાઉદ ઇબ્રાહીમ અલગ થતાં પોતે છોટા રાજનના શાર્પ શુટર તરીકે કામ ચાલુ રાખેલ હતું.

 સને ૧૯૯૬ માં દાઉદ ઇબ્રાહીમ સાથે ચાલતી દુશ્મની અંગે દાઉદ ઇબ્રાહીમના ફાઇનાન્સ તકયુદીન વાહીની મુબઇ ખાતે હત્યા કર્યા બાદ દાઉદ ના માણસો પોતાને શોધતા હોય, જેથી પોતે નેપાળ નાસી ગયેલ. તે સમય દરમ્યાન બેગ્લોર ખાતે મોહન કોટીયન જેણે છોટા રાજનની માહિતી દાઉદ ઇબ્રાહીમને આપેલ હોય. જેથી મોહન કોટીયન તથા તેના સાથીદારની પોતે હત્યા કરી ડબલ મર્ડરનો ગુન્હો કરેલ હતો. બાદ પોતે નેપાળ અને ત્યાંથી હોંગ્કોગ ખાતે પાંચેક મહિના રોકાણ બાદ બેગ્કોક ખાતે આશરે દોઢેક વર્ષ રહેલ. ત્યારબાદ યુગાન્ડા, સાઉથ આફ્રિકા અને ત્યાંથી બુરકીનાફાસો અને ત્યાંથી સેનેગલમાં છેલ્લા ૪ વર્ષથી રોકાણ કરેલ હતું.

(3:35 pm IST)