Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

બાપુ તરીકે લોકપ્રિય ગુજરાતના નેતા શંકરસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ

તેઓનો જન્મ ૧૯૪૦ની સાલમાં થયો હતો. ગુજરાતમાં સંઘ-જનસંઘ અને ભાજપને મજબુત કરવામાં શંકરસિંહ વાઘેલાએ પ્રભાવી કાર્ય કયુંર્ હતુ. ૧૯૯૬ ની સાલમાં ભાજપની કેશુભાઇ પટેલ સરકાર સામે બળવો કરીને શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે આ પદ પર લાંબો સમય રહી શકયા ન હતા. પોતાના પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીનું કોંગ્રેસમાં વિલીની કરણ કરીને શંકરસિંહ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા. બાદમાં એનસીપીમાં સામેલ થયા છે. શંકરસિંહ વાઘેલાનો રાજકીય પ્રભાવ અસ્ત થવામાં છે.

(3:36 pm IST)