Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વડાલી શહેરના કસ્બા વિસ્તારમાં બકરી ઈદના આગલે દિવસે અસામાજિક તત્વોએ અબોલ નંદી પર એસિડ એટેક કરતા જીવદયા પ્રેમી લોકોમાં રોષ ફેલાયો

 વડાલી:શહેરના કસ્બા વિસ્તારમાં બકરી ઇદના આગલા દિવસેજ કેટલાક અસામાજિક તત્વોએ શહેરની શાન્તિ ડોળવાનો પ્રયાસ કરી અબોલ નંદી પર એસીડ એટેક કરી ઘાયલ કરી દેતા જીવદયા પ્રેમી લોકોમાં રોષ ફેલાયો છે.આજ વિસ્તારમાં અગાઉ ગૌ માતાને ચપ્પુ મારવામાં આવતા પોલીસ તંત્રમાં રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા હિનકૃત્ય આચરનાર તત્વોને છુટો દોર મળ્યો છે.

 વડાલી શહેરની શાંતિને ડોળવાનો કેટલાક અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો બકરીઇદના તહેવારના આગલા દિવસેજ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના કસ્બા વિસ્તારમાં મંગળવારે સવારે એક નંદી પર એસીડ એટેક કરી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી છે. લોકોએ જીવદયા પ્રેમી શહેરીજનોનો સંપર્ક કરતા તેઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને નંદીના શરીરનો એક ભાગ બળી ગઈ હતી અને હીનકૃત્ય કરનારને શોધવાની તપાસ કરતા તેમાં સફળતા મળતા નંદીને પકડી પોજરાંપોળ લઇ જઇ તબીબ પાસે યોગ્ય સારવાર અપાવી હતી.

આજ વિસ્તારમાં માર્ચ ૨૦૨૦ માં ગાયને ચપ્પુ મારી મારવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસને ઘટના અંગે વાકેફ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા અબોલ જીવપર ફરી એસીડ એટેક થતા તેઓ પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતાશહેરમાં કાયદો અને વ્યવસ્થા ડોળવાનો પ્રયાસ કરી ધામક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનાર લોકોને તાત્કાલિક પકડવા ઉગ્ર માંગ કરવા લાગ્યા હતા.જેથી પોલીસે અબોલજીવ પર એસીડ એટેક કરનાર તત્વોને પકડવા તજવીજ હાથ ધરી છે.

(5:03 pm IST)