Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

નડિયાદમાં સગીર બાળાના બળાત્કારના કેસમાં આરોપીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ: પોક્સો કોર્ટે સગીર બાળાના બળાત્કારના કેસમાં દસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટે પોણા બે વર્ષ જૂના કેસમાં આજે ચૂદાકો સંભળાવ્યો છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના મણીનગરની રબારીની ચાલીમાં રહેતા હરીશ સુખદેવ મરાઠી ગત તા.૨૯-૧૦-૨૦૧૯ ના રોજ મહેમદાવાદ તાલુકાની એક સગીરાને લલચાલી રીક્ષામાં બેસાડી લઇ ગયો હતો. બાદ આરોપી સુખદેવભાઇએ હીંમતનગર અને અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલ એક મકાનમાં બે મહીના સુધી રાખી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજરોજ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ ઉમેશ ઢગટે દલીલો કરી હતી. સાહેદો અને સત્તાવીશ દસ્તાવેજી પૂરાવા રજૂ કરી આરોપીને સખત સજા થાય અને સમાજમાં બનતા ગુના અટકે તેવી દલીલો કરી હતી. કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હરીશ સુખદેવ મરાઠીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે ઇ.પી.કો કલમ ૩૬૩ના ગુનામાં વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ માસની સદા કેદની સજા, ઇ.પી.કો કલમ ૩૬૬ ના ગુનામાં વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ માસની સદા કેદની સજા ,ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(એન) ના ગુનામાં  ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ માસની સદા કેદની સજા ,પોક્સો એકટની કલમ ૩(એ) સાથે વાંચતા ક.ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે, આરોપીએ ભોગબનનારને  રૂા.૧,૦૦,૦૦૦ વળતર ચૂકવવુ તેમજ ગુજરાત સરકારના નોટીફીકેશન મૂજબ રૂા.૨,૦૦,૦૦૦ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

(5:05 pm IST)