Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વડોદરા:દુમાડ એક્સપ્રેસ હાઇવે નજીક અજાણ્યા વાહની હડફેટે આધેડનું કમકમાટીભર્યું મોત

વડોદરા : દુમાડ એક્સપ્રેસ હાઇવે ઓવર બ્રિજથી છાણી કટ તરફ જતા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે ચાલતા જતા આધેડનું મોત થયુ છે.જ્યારે અન્ય એક બનાવમાં પાદરાના ડભાસા ગામ એસ.ટી.બસની ટક્કરે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું મોત થયું છે.

છાણી ગામ ડબી ફળિયામાં રહેતા ૫૨ વર્ષના છત્રસિંહ રયજીભાઇ નાયક ખેતરમાં મજૂરી કામ કરે છે.ખેતરમાંથી નીકળીને દુમાડ એક્સપ્રેસ હાઇવે ઓવરબ્રિજ થી છાણી તરફ જતા  રોડ પર હોટલ દર્શન પુરોહિત પાસે અજાણ્યા વાહને છત્રસિંહને ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.અને સ્થળ  પર તેમનું મોત થયુ હતું.જે અંગે તેમના ભાઇએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેધાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં અકોટા માધવનગરમાં રહેતા હર્ષ મુકેશભાઇ  પુરોહિત ખાનગી કંપનીમાં  નોકરી કરે છે.ગત તા.૧૯મી ના  રોજ હર્ષ,તેના  માતા ભાવનાબેન,પિતા મુકેશભાઇ અને માસા ઉમાકાંત ઇન્દ્રવદન મહેતા કાર લઇને કાવી કંબોઇ ખાતે દર્શન કરવા ગયા હતા.ત્યાંથી પરત આવતા સમયે પાદરા ડભાસા પાસે એક એસ.ટી.બસના ડ્રાયવરે કારને ટક્કર મારતા ઉમાકાંતભાઇને ગંભીર ઇજા થઇ હતી.તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

(5:08 pm IST)