Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સાયબાર એટેક માટે હવે પોર્ન સાઇટનો ઉપયોગઃ સાયબર અપહરાધીઓ પોર્ન સાહિત્ય દર્શાવીને લોકોને લલચાવેછે અને પછી બનાવે છે શિકાર

વડોદરા :કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગને પરિણામે અત્યારના સમયમાં પોર્ન સાઈટ, ડેટીંગ સાઈટ અને પોર્ન વેબસાઈટ બ્રાઉઝ કરનાર વર્ગમા વધારો થયો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આંકડા મુજબ, પોર્ન એડિક્ટેડ વ્યક્તિ એક અઠવાડિયામાં પોર્ન વેબસાઈટ કે સાહિત્ય પાછળ સરેરાશ 11 થી 12 કલાક પસાર કરે છે. સર્ચ એન્જિનને મોકલવામાં 25% રિકવેસ્ટ માત્ર સૅક્સ (sex) કી-વર્ડ સંબંધિત હોય છે. ઈન્ટરનેટ પરથી થતા ટોટલ ડાઉનલોડમાંથી 35% કન્ટેન્ટ માત્ર પોર્નોગ્રાફીક (porn) હોય છે. પોર્ન જોનારામાંથી મોટા ભાગનો વર્ગ 35 થી 49 વર્ષનો હોય છે. પોર્ન વેબસાઈટ જોનારા વર્ગમાં ભારત તરફથી 95% ટ્રાફિકમાં વધારો થયો છે.

પોર્ન જોનાર ટ્રાફિક વધવા પામ્યો તેનો ફાયદો ઉંચકવા સાયબર અપરાધીઓ હવે નવા પ્રકારની મોડ્સ ઓપરન્ડીનો સહારો લીધો છે. સૌથી પહેલા ઈન્ટરનેટ પર પોર્ન સાહિત્યને સાયબર અપરાધીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. ત્યાં વેબસાઈટ પર ફોટો અને વીડિયો એવા કામુકતાથી સંપન્ન હોય છે કે જોનાર વ્યક્તિ મહત્તમ સમય આવા વીડિયો ધરાવતી સાઈટ પર પસાર કરે, અને નિયમિત એ વેબસાઈટ વ્યુવર થઈ જાય. ત્યારબાદ સાયબર અપરાધીઓ દ્વારા વ્યુવરને વિવિધ બેઝ પુરા પાડવામાં આવે છે. વ્યુવરની વેબસાઈટ પર પસાર કરેલ ટાઈમિંગને આધારે સાયબર અપરાધીઓ કામુકતાથી સંપન્ન વીડિયો ડાઉનલોડ કરવાની પણ અનુમતિ આપે છે અને એકવાર વીડિયો ડાઉનલોડ થઈ જાય એટલે મોબાઈલ કે કમ્પ્યુટરમાં રેન્સમવેર દાખલ થઈ જાય છે. કેટલીકવાર વેબસાઈટ પર ત્રણ મિનિટ કરતા પણ વધારે સમય પસાર કરનારના મોબાઈલમાં રેન્સમવેર આપમેળે ડાઉનલોડ થઈ જાય છે. ત્યારબાદ મોબાઈલ અને કમ્પ્યુટરની તમામ ફાઈલો અને સોફ્ટવેરને લોક કરી દે છે. તેમજ મોબાઈલ અને કમ્પ્યુટરના ડેસ્કટોપ સ્ક્રીન ઉપર એક પોસ્ટર એવી રીતે પ્રદર્શિત કરે છે કે ભોગ બનનાર ન તો મોબાઈલ અને કમ્પ્યુટર પર કોઈ કાર્ય કરી શકે અને  મોબાઈલ અને કમ્પ્યુટર કોઈને બતાવી શકે. તેમજ મોબાઈલ અને કમ્પ્યુટર પર કોઈ જ પ્રકારનું કાર્ય કરી શકાતું નથી.

આ પણ વાંચો : અમદાવાદથી ઉપડતી આ સ્પેશિયલ ટ્રેનોના શિડ્યુલમાં થયો મોટો ફેરફાર

તમે ભારત દેશ દ્વારા પ્રતિબંધિત પોર્ન વેબસાઈટ (porn site) ની સતત મુલાકાત લેતા હોવાથી તમને ઈન્ટરનેટ તેમજ મોબાઈલ અને કમ્પ્યુટરના ઉપયોગ કરવાથી બ્લોક કરવામાં આવ્યા છે. તેમજ એક પ્રકારના કેસ નંબર કે  નિર્ણય નંબરને પ્રદર્શિત કરીને 2000 રૂપિયાનો દંડ ભરવાની નોટિસ પ્રદર્શિત કરવામાં આવે છે, અને 2000 રૂપિયાનો દંડ ભરવા માટે એક ક્યૂઆર કોડ તે પોસ્ટરમાં મોલકવામાં આવે છે. વધુમાં દંડ ભરવા માટે યુ.પી.આઈ ડી સૂચિત કરેલ હોય છે, અને દંડ ભર્યા પછી જ મોબાઈલ અને કમ્પ્યુટરની ફાઈલો અનલોક થશે તેવી બાબત પણ સૂચવેલ હોય છે.

સાયબર એક્સપર્ટ મયુર ભૂસાળવકરના મતે આ એક નવા પ્રકારનો સીન ઓફ ધ સોસાયટી પ્રકારનો રેન્સમવેર એટેક (cyber attack) છે, જેમાં ભોગ બનનાર કોઈને કંઈ જ કહી શકતો નથી અને કોઈની મદદ પણ લઈ શકતો નથી. તેમજ રેન્સમ 2000 રૂપિયાની હોવાને કારણે ભોગ બનનાર એક્વાર તો રેન્સમ (ransomware virus) ચૂકવી પણ દે પરિણામે પીછો છૂટે એવું વિચારે છે. પરંતુ સાયબર અપરાધીઓ રેન્સમ ચૂકવનારને પણ યૂ ટ્યૂબ પર વીડિયો અપલોડ કરવાના નામ પર વધું લૂંટે છે. સાથે જ પોલીસ ભોગ બનનારને પકડવા આવી રહી છે. તે રીતે પણ ભય બતાવીને લૂંટવાનો પ્રયાસ કરે છે, અને લોક થયેલ ડીવાઈસ અને ફાઈલો ક્યારેય અનલોક થતી જ નથી.

સાયબર એક્સપર્ટ મયુર ભૂસાળવકર વધુમાં કહે છે કે, તાજેતરમાં વડોદરામાં પણ એક વેપારી આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા હતા. જ્યારે એ વેપારીના ડિવાઇસમાં ત્રાટકેલા રેન્સમવેરનું 360 ડિગ્રી ફોરેન્સિક એનાલિસિસ કર્યું તો જાણવા મળ્યું કે સાયબર અપરાધીઓ દ્વારા "એડવાન્સ એન્ક્રીપશન સ્ટાન્ડર્ડ" નો ઉપયોગ કરીને ડેટા લોક કરવામાં આવ્યા હતા.

લોકોએ સાયબર અપરાધીઓથી બચવા તકેદારી શું રાખવી?

    ક્યારેય રેન્સમ ચૂકવવી નહિ

    એન્ટી રેન્સમવેર લાયસન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ

    પોર્ન સાઈટની મુલાકાત ન લેવી જોઈએ તે જ હિતાવહ છે

    મોબાઈલ કે કમ્પ્યુટરના ડેટા હંમશા ક્લાઉડ પર બેકઅપ રાખવા જોઈએ

    સોશિયલ મીડિયા થકી પ્રસારિત થતી પોર્ન લિંક કે વીડિયો ડિલીટ કરવા જોઈએ

    સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો

અત્યારના સમયમાં ઓનલાઇન પોર્ન જોનારને શું નુકસાન થાય છે?

    ડેટા ગુમાવવાનો વારો આવી શકે છે

    મોબાઈલ કે લેપટોપથી બેંક એકાઉન્ટ જોડેલ હોય તો બેન્ક એકાઉન્ટનું નિયત્રંણ પણ જતું રહે છે

    ભોગ બનનારના લોગ ડેટા અને ડિવાઇસ માહિતી સાયબર અપરાધીઓ મેળવી લે છે

    મોબાઈલનું સંપૂર્ણ નિયત્રંણ પણ સાયબર અપરાધીઓના હાથમાં ચાલ્યું જાય છે

    સામાજિક રીતે બદનામ થવાનો વારો આવે છે

મહત્વની વાત છે કે સાયબર માફિયાઓએ અનેક લોકોને આવી રીતે ભોગ બનાવ્યા છે, ત્યારે લોકોને સાયબર માફિયાઓથી બચવા ખૂબ તકેદારી રાખવાની જરૂર છે.

(5:27 pm IST)