Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સુરતના કુખ્યાત આરોપી સૂર્યા મરાઠીની હત્યા કરનાર વિકાસ ઉર્ફે વિક્કી યાદવની ઍટીઍસ ટીમે અમદાવાદથી ઝડપી પાડયો

પાસાની સજા પણ ભોગવી ચુકયો છેઃ સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો હતો

રાજકોટ : સુરતના કુખ્યાત આરોપી સૂર્યા મરાઠીની હત્યાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમ દ્વારા સૂર્યા મરાઠીના હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો છે. વિકાસ ઉર્ફે વિક્કી યાદવ નામના આરોપીને ATSની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને તેના સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાયા છે. ATSની ટીમે અમદાવાદમાં દુધેશ્વર બ્રિજ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો. આ આરોપી સામે શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયો છે. જોકે હાલ તેને તેની કરતૂતોને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. 

આરોપી વિક્કી યાદવ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. અગાઉ પણ આ આરોપી સુરતમાં હત્યા તેમજ મારામારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. તે સિવાય તે બે વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. ઉપરાંત આ આરોપી હથિયારના ગુનામાં પણ અગાઉ ઝડપાઈ ચુક્યો છે. 

સૂર્યા મરાઠી સૂરતનો માથાભારે ગેંગસ્ટર હતો જેથી આરોપી વિક્કીએ હત્યા કરી હતી. જોકે જે સમયે તેની હત્યા થકઈ હતી તેમાં 6 થી 7 જેટલા શખ્સોએ તેની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા પણ તેમણે સૂર્યા મરાઠીની ઓફિસમાં ઘૂસીનેજ કરી હતી. ત્યારબાદ સૂર્યા મરાઠીના સાગરીતોએ પણ એક હાર્દિક નામના શખ્સની હત્યા કરી હતી. 

ઉલ્લેખનીય છે કે જે સમયે સૂર્યા મરાઠીની હત્યા થઈ તે સમયે સૂર્યા જેલમાંછથી છૂટીને બહાર આવ્યો હતો. તેની હત્યા બાદ સુરતમાં ભારે ગેંગ વોર થયો હતો. હાલ એટીએસએ જે આરોપી વિક્કીને ઝડપી પાડ્યો છે. તે પણ તેની હત્યામાં શામેલ હતો. જેથી હાલ તેને જેલની ચાર દિવાલો મળી છે. 

(5:35 pm IST)