Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ગરુડેશ્વર પો.સ્ટે.માં ASI દેવેન્દ્રસિંહની બાજ નજરના કારણે વડિયા ગેલેક્ષી હોમમાંથી ચોરાયેલી 02 મો.સા.પૈકી 01 મો.સા.મળી આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેના વડિયા પાસેના ગેલેક્ષી હોમ માંથી પાંચ દિવસ પર ચોરી થયેલી બે મોટરસાઇકલ બાબતે રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેના સીસીટીવી ફૂટેજમાં બે યુવાનો ચોરી કરતા હોવાની ઓળખ થઇ હતી,જેમાં રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી હતી.જોકે આ બાઇકો તા.16 જુલાઈ એ ચોરી થયા બાદ ગરુડેશ્વર પો.સ્ટે.માં ફરજ બજાવતા એ.એસ.આઈ દેવેન્દ્ર સિંહ રામસિંહ અન્ય સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં નીકળ્યા હતા ત્યારે તા.17 જુલાઈ ના રોજ ખડગદા બાજુ જતા વૃજ સોસાયટીની નજીક, નાની ડુંગરી બાજુના કાચા રસ્તા ઉપર ચોરાયેલી કેસરી કલરની K.T.M.મોટરસાઇકલ નં.GJ 22 M 2033 ત્યાં બિન વારસી હાલતમાં મળતા આ બાબતે બાઈક માલિક ભાર્ગવભાઈ સુરેશભાઈ વસાવા રહે.ગેલેક્ષી હોમ વડીયા જકાતનાકા રાજપીપળા ની હોવાનું જાણવા મળતા ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના એ.એસ. આઈ.દેવેન્દ્રસિંહ ની પેટ્રોલીંગ દરમિયાન બાજ નજર ના કારણે ચોરી થયેલી બે બાઇકો પૈકી એક બિન વાસી મળી આવતા રાજપીપળા પો.સ્ટે.માં જાણ કરવામાં આવી છે.જોકે ચોરાયેલી હજુ એક બાઈક બાબતે પોલીસ તપાસ ચાલુ છે

(12:49 am IST)