Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વાંસલા ગામ પાસે ઇકોમાં આવેલા 04 શખ્સો બાઈક પર જતા યુવાનને આંતરી 63 હજારની લૂંટ કરી નાસી છૂટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામ નજીક બાઈક પર જઈ રહેલા યુવાનને આંતરી લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ જતા ફરીયાદ નોંધાઈ છે.
 મળતી વિગતો મુજબ વિશાલ નરેશભાઈ માછી 9રહે રાજપીપલા નવા ફળીયા )ની ફરીયાદ મુજબ તેઓ વાંસલા ગામ પાસેથી મોટરસાઇકલ પર પસાર થતા હતા એ સમયે ચાર અજાણ્યા ઈસમોએ લુંટ કરવાના ઈરાદે પોતાની પાસેની ઈક્કો ફોરવ્હીલ ગાડી વડે વિશાલ ની મો.સા ને આંતરી મો.સા નં GJ-22-K-8463 ને અડાડી રોડ ઉપર પાડી દઈ ઈક્કો કારમાંથી મોઢા ઉપર માસ તથા રૂમાલ બાંધેલા આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના ચારેય શખ્શો નીચે ઉતરી વિશાલને લોખંડનાં પાઈપ ના સપાટા મારી ઈજાઓ કરી ગળામા પહેરેલ સોનાની ચેઈન કિ.રૂ ૪૫૦૦૦ તથા રોકડ રૂ.૬૬૦૦/- તેમજ મોબાઈલ ફોન નંગ ૦૧ કિ.રૂ ૧૨૦૦૦ મળી કુલ રૂ.૬૩૬૦૦ ની માલ મત્તાની લુંટ કરી નાશી જતા ગરુડેશ્વર પોલીસે લૂંટ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:52 am IST)