Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વડોદરાના સિંચાઇ માટેના વઢવાણા તળાવની સપાટી વધીને 54.76 મીટરે પહોંચી : સપાટી વોર્નિંગ સ્ટેજ પર : તંત્ર એલર્ટ

વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેને પગલે તળાવોમાં પાણીની આવક સતત વધી રહી છે, ત્યારે વડોદરાના ડભોઇ પાસે આવેલા સિંચાઇ માટેના વઢવાણા તળાવની સપાટી  54.76 મીટરે પહોંચી ગઇ છે. જેને પગલે તંત્ર એલર્ટ એલર્ટ થઇ ગયું છે. વડોદરા સિંચાઈ પેટા વિભાગ હસ્તકના વઢવાણા સિંચાઇ યોજનાના વઢવાણા તળાવની જળ સપાટી 54.76 મીટર તથા કુલ સ્ટોરેજ 9.00 એમ.સી.એમ. થયું છે. જેથી વઢવાણા તળાવ હાલમાં વોર્નિંગ સ્ટેજમાં આવ્યું હોવાનું વડોદરા સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે યાદીમાં જણાવ્યું છે.

વડોદરા સહિત રાજ્યમાં 21 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં ગઈકાલે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણ, પાદરા, ડભોઇ અને સાવલી સહિતના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચારેય તરફ લીલાછમ વૃક્ષો છવાયેલા છે, જે વરસાદના લીધે ખુશીથી ઝુમી ઉઠ્યા છે.. ઠંડક અને વાદળછાયા વાતાવરણનો માહોલ છવાયેલો છે.

(10:35 pm IST)