Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વડીયા ગામમાં આવેલી રોયલ સન સીટી સોસાયટીમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરા માં કેદ,પોલીસ દોડી આવી

(ભરત શાહ)રાજપીપળા : રાજપીપળા નજીક વડીયા ગામે આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં ચોરીના બનાવ વધી રહ્યા છે,જેમાં વધુ એક ઉમેરો થયો હોય તેમ વડીયા ગામની રોયલ સન સીટી સોસાયટીના AA વિભાગમાં તસ્કરી ગેંગ સક્રિય બનતા રહીશોમાં ફફળાટ ફેલાયો છે, વડિયા ની રોયલ સન સીટી સોસાયટીમાં એક રહીશે રાત્રીના 5 થી 6 લોકોને ચોરીના ઇરાદે આંટા મારતા જોયા હતા. તેમજ એક બંધ ઘરનું તાળું તોડી ચોરો ઘરમાં ઘુશ્યા હોવાની ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

જેમાં જાણવા મળ્યા મુજબ રાજપીપલા નજીક વડિયા ગામમાં 30 થી વધુ નાની મોટી સોસાયટીઓ આવેલી છે, અવાર નવાર ચોરોની ચડ્ડી બનીયન ધારી તસ્કરી ગેંગ રોયલ સન સિટીમાં આવે છે, ગાડી ટેમ્પો લઈને આવી બે થી ત્રણ વિસ્તારોમાં વહેંચાઈ જાય છે. ગત રોજ રાત્રીના સમયે રોયલ સન સિટીના ડબલ એ ( AA ) વિભાગમાં આવીજ એક ચોરોની ટોળકી ત્રાટકી હતી, ચોરોએ સોસાયટીના ડબલ એ વિભાગના ઘર નંબર. AA 61 ને નિશાન બનાવ્યું હતું, પરંતુ ચોરોને તે ઘરમાંથી એક ચાંદીના સિક્કા સિવાય કસું હાથ ન લાગતા તે ઘરની આજુ બાજુ ના ઘરોને ટાર્ગેટ કરવા સોસાયટીમાં ફરતા જોવા મળ્યા હતા, જોકે અન્ય કોઈ ઘરને ચોરો ટાર્ગેટ બનાવે તે પહેલાં સ્થાનિક એક રહીસે બુમાં બૂમ કરતા ચોરો ભાગી ગયા હતા,સ્થાનિકના જણાવ્યા મુજબ ચોરોની પાસે મારક હથિયાર હોય તેવી આશંકાએ તે રહીસે ચોરોનો પીછો કર્યો ન હતો પરંતુ ચોરો ભાગી ગયા બાદ થોડી સમયમાં ફરી આવ્યા હતા ત્યારે રહીશો ભેગા થઈ જતા ચોરો ભાગી ગયા હતા,અવાર નવાર બનતી આવી ઘટના ના કારણે ગભરાઈ ગયા છે,જોકે આ ઘટના બાદ તુરંત પોલીસને જાણ કરતા પોલીસે રાત્રીના સમયે સઘન તપાસ હાથ ધરી હતી.માટે આ વિસ્તારમાં રાત્રી પોલીસ પેટ્રોલિંગ કડક બનાવવા અને આ તરફ એક પોલીસ પોઇન્ટ મુકાઈ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
જોકે આ ઘટના માં હજુ સુધી કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.

(11:47 pm IST)