Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો :ગોધરામાં સતત બીજા દિવસે વરસાદ :રસ્તાઓ પર પાણી ભરાયા

ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ : સિગ્નલ ફળીયામાં મેદા પ્લોટ વિસ્તારના માર્ગો પર પાણી

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ ગોધરા શહેરમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સિગ્નલ ફળીયામાં મેદા પ્લોટ વિસ્તારના માર્ગો પર ભરાયા પાણી છે. તેમજ સ્થાનિકો દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(11:19 am IST)